New Zealand Terror Attack: Gunman Traveled Pakistan and North Korea
  • Home
  • Featured
  • સામાન્ય યુવકમાંથી કઈ રીતે બન્યો હત્યારો, હુમલા પહેલા કેમ ગયો પાકિસ્તાન અને ઉ. કોરિયા

સામાન્ય યુવકમાંથી કઈ રીતે બન્યો હત્યારો, હુમલા પહેલા કેમ ગયો પાકિસ્તાન અને ઉ. કોરિયા

 | 8:09 pm IST

ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોમાં 49 લોકોના ‘લાઇવ મર્ડર’થી દુનિયાના લોકોમાં ખળભળાટ મચી ગયો છે. મુખ્ય આરોપી 28 વર્ષનો બ્રેંટન ટૈરંટ છે જે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. આ હુમલાખોર ઘટના સમય 17 મિનિટ સુધી ફેસબુક લાઇવ હતો. આ દૃશ્ય જેને પણ જોયા તે સમજી ન શક્યો કે એક વ્યક્તિ એટલી હદ્દે કેવી રીતે નિર્દય બની શકે છે.

બ્રેંટન ટૈરંટ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો રહેવાસી છે. શુક્રવારના ખૂની ખેલ પહેલા તેને લગભગ 73 પાનાનો એક મેનિફેસ્ટો પણ લખ્યો હતો જેમાં તેને તેના નાપાક ઇરાદા વિશે જણાવ્યું હતું. આ મેનિફેસ્ટોનું શીર્ષક ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ એટલે કે મહાન બદલાવ રાખ્યું હતું. આમાં ટૈરંટે પોતાને એક સામાન્ય શ્વેત માનવી બતાવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્ય આરોપીએ નોર્થ કોરિયા અને પાકિસ્તાન સહિત કેટલાક દેશોની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તેના અનુભવોએ તેને મોતનો સોદાગર બનાવ્યો. તેને મેનિફેસ્ટોમાં જણાવ્યું કે તેને બિટકોઈન ટ્રેડિંગથી ઘણા રૂપિયા કમાયા અને તેના પછી તેઓ 2011માં દુનિયાની મુલાકાતે નીકળ્યો. તેને નોર્થ કોરિયા, પાકિસ્તાન અને યુરોપ સહિત દુનિયાના કેટલાક દેશોની મુસાફરી કરી. ટૈરંટને ઓળખતી એક મહિલાએ કહ્યું કે પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતા સમય તેઓ એક સારો વ્યક્તિ હતો. એવું લાગે છે કે મુસાફરી દરમિયાન જ એવું કંઇક થયું હશે જેનાથી તેઓ કટ્ટરપંથી બની ગયો.

તમને બતાવી દઇએ કે ટૈરંટે પાકિસ્તાનની મુસાફરી દરમિયાન તેના ફેસબુક પેજ પર ત્યાંના લોકો અને પાકિસ્તાનના વખાણ કર્યા હતા. ઉપરાંત તેના મેનિફેસ્ટોમાં કહ્યું કે તેને બે વર્ષ પહેલા જ આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું અને 3 મહિના પહેલા ફાઇનલ લોકોશન નક્કિ કરી. તેને લખ્યું કે પહેલા એક બીજા મસ્જિદને ટાર્ગેટ બનાવવાની યોજના હતી પરંતુ પછી અલ નૂર અને બીજી મસ્જિદને નિશાન બનાવી કારણ કે ત્યાં વધુ ઘુસણખોરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન