સૌથી નાની ઉંમરે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટરે વનડેમાં ફટકારી બેવડી સદી - Sandesh
NIFTY 10,791.60 -65.10  |  SENSEX 35,549.00 +-190.16  |  USD 67.6400 -0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સૌથી નાની ઉંમરે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટરે વનડેમાં ફટકારી બેવડી સદી

સૌથી નાની ઉંમરે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટરે વનડેમાં ફટકારી બેવડી સદી

 | 11:09 am IST

ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે આયરલેન્ડ સામે વનડે સીરીઝની ત્રીજી મેચમાં રનનો ઢગલો ખડકી દીધો હતો. આ ટીમે સતત ત્રણ વાર 400 રન ફટકારવાનાં કારનામાં સાથે તેમની મહિલા ખેલાડી એમેલિયા કેરે પણ ઇતિહાસ રચી દીધો છે.

આયરલેન્ડ સામે ડબ્લિનનાં એવેન્યૂ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની એમેલિયા કેરે અણનમ 145 બોલમાં અણનમ 232 રન ફટકારી દીધા હતા. તેની આ ઝંઝાવાતી બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 3 વિકેટે 440 રન બનાવી દીધા હતા. આ સાથે જ એમેલિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓછી ઉંમરમાં બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.

એમેલિયાએ 17 વર્ષ 243 દિવસની ઉંમરે બેવડી સદી ફટકારીને પાકિસ્તાનનાં દિગ્ગજ જાવેદ મિયાંદાદને પાછળ છોડી દીધો છે. મિયાંદાદે ન્યૂઝીલેન્ડ સામે 1976માં 19 વર્ષ 140ની ઉંમરે બેવડી સદી ફટકારી હતી. આ સાથે એમેલિયાએ મહિલા વનડેમાં 232 રન ફટકારી મહિલા ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ રમી છે. તેણે ઑસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્કને પાછળ છોડી છે. ન્યૂઝિલેન્ડની મહિલા ટીમે સતત 3 મેચમાં 400થી વધુ રન ફટકારીને એક અલગ રેકોર્ડ કર્યો છે.