news-3-pm-13-august-Gujarati-top-news-headlines-till-3-pm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected] 3PM: ભુપેન્દ્ર પટેલે CM પદનાં લીધા શપથ, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા

[email protected] 3PM: ભુપેન્દ્ર પટેલે CM પદનાં લીધા શપથ, સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા

 | 2:57 pm IST
  • Share

ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. ગાંધીનગર રાજભવનમાં રાજ્યના નવા સીએમની શપથવિધિ સમારોહ યોજાયો હતો.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમિ દેશોમાં આવેલી કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણ કેસના નવા કેસમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં (Shanghai Cooperation Organisation) શિખર સંમેલનમાં ભાગ લેશે. અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની ખુલ્લેઆમ મદદ કરવા અને પંજશીર ઘાટીમાં નરસંહારના આરોપોથી ઘેરાયેલ પાકિસ્તાને દુનિયાનું ધ્યાન ભટકાવા માટે ભારતને ભેખડે ભરાવાનો પ્રયાસ કર્યો છે.સહિત બપોરે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ભુપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા, PM મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા

ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. ગાંધીનગર રાજભવનમાં રાજ્યના નવા સીએમની શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે  CM પદના શપથ લીધા છે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણમાં હાજર રહ્યા છે. તે સિવાય ધારાસભ્યો અને સાંસદો પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. 

વધુ વાંચવા કરો ક્લિક-2: સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: વિસાવદર- કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. ઉપલેટાનો વેણુ-2 ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. 

વધુ વાંચવા કરો ક્લિક-3: રાહતના સમાચાર! કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 27,254 નવા કેસ, 10,652 એક્ટીવ કેસ

પશ્ચિમિ દેશોમાં આવેલી કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણ કેસના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 27,254 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 219 લોકોના મોત થયા છે 37,687 લોકો કોરોના સામે જંગ જીત્યા છે અને ઠીક થયા છે. હાલ 10,652 એક્ટીવ કેસ છે.   

વધુ વાંચવા કરો ક્લિક-4: SCO શિખર સંમેલનમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી, આ મહત્વના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં (Shanghai Cooperation Organisation) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં PM મોદી ઉપરાંત સાત અન્ય પડોશી દેશોના વડાઓ પણ ભાગ લેશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પંજશીર નરસંહારથી ઘેરાયેલ પાકિસ્તાને ભારતને ભેખડે ભરાવાનો કર્યો પ્રયાસ

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની ખુલ્લેઆમ મદદ કરવા અને પંજશીર ઘાટીમાં નરસંહારના આરોપોથી ઘેરાયેલ પાકિસ્તાને દુનિયાનું ધ્યાન ભટકાવા માટે ભારતને ભેખડે ભરાવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને આરોપ મૂકયો છે કે ભારત કાશ્મીરમાં ચાલી રહેલા ‘સ્વતંત્રતાના સંઘર્ષ’ને બદનામ કરવા માટે દેશના અલગ-અલગ ભાગમાં આતંકી શિબિરો ચલાવી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં ISI આતંકીઓની મદદ કરનાર પાકિસ્તાને હવે ઉલટાનું ભારત પર જ નિરાધાર આરોપ મૂકવાનું શરૂ કરી દીધું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: અફઘાનિસ્તાને પાકિસ્તાનને દેખાડી દીધી ઓકાત, પોતાના રૂપિયાની સ્થિતિ જુએ ઇમરાન ખાન

તાલિબાને પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડી દીધી છે. પાકિસ્તાનના એક મંત્રી એ અફઘાનિસ્તાનમાં વેપારના બદલે પાકિસ્તાની ચલણમાં રકમ લેવાની ઓફર કરી દીધી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનની ઇમરાન સરકારની આ ઓફરને ઠુકરાવતા કહ્યું છે કે પહેલાં તેણે પોતાની રૂપિયાની સ્થિતિ જોવી જોઇએ.

વધુ વાંચવા કરો ક્લિક-7: ‘પોતાને ભારતની દીકરી કહેતા શરમ આવે છે’, 9 વર્ષ નાના રાજ સાથે ડેટિંગની ખબર ‘બબીતા જી’ લાલઘૂમ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ની’ બબીતા ​​જી ‘એટલે કે મુનમુન દત્તા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હાલમાં, મુનમુન દત્તા અને તેના સહ-કલાકાર રાજ અનાડકટની ડેટિંગને લઈને બોલિવૂડ કોરિડોરમાં ઘણી ચર્ચા થઈ હતી. એવા અહેવાલો હતા કે મુનમુન દત્તા રાજ અનડકટને ડેટ કરી રહ્યા છે, જે તેના કરતા નવ વર્ષ નાનો છે. જ્યારે હવે અભિનેત્રી મુનમુન દત્તાએ તે ખબરો પર પોતાનું મૌન તોડ્યું.

 વધુ વાંચવા કરો ક્લિક-8: જ્યારે સૂર્યનું તાપમાન સૌથી વધારે હશે ત્યારે મંગળ પર જવાની ઈચ્છા ધરાવે છે વૈજ્ઞાનિકો, કારણ છે આ

વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મંગળ પર જવાનો શ્રેષ્ઠ સમય કયો હશે? UCLA Reseach Scientistsની ટીમે શ્રેષ્ઠ સમયની ગણતરી કરી છે અને જણાવ્યું છે કે મંગળ સોલર મેક્સિમમ દરમિયાન જઈ શકે છે જ્યારે રેડિએશનનું જોખમ ઓછું રહેશે. સૂર્ય તે સમયે વધુ ગરમ હોય છે. જો એસ્ટ્રોનોમર્સ આ સમયે મંગળ પર જશે તો સોલર મેક્સિમમ તેમને જીવલેણ રેડિએશનથી બચાવશે.

 વધુ વાંચવા કરો ક્લિક-9: વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી નીકાળવાનું કાવતરૂં, સામે આવ્યો ચોંકાવનારો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલમાન બટ્ટે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરાટ કોહલીના કેટલાક નિર્ણયોથી નાખુશ હતું. ભારતીય ટીમ UAEમાં યોજાનારા T20 વર્લ્ડકપમાં સારૂ પ્રદર્શન કરશે નહીં તો વિરાટની જગ્યાએ રોહિત શર્મા T20 નો કેપ્ટન બની શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: સૂર્ય દેવ કન્યા રાશિમાં કરશે પ્રવેશ, આ 5 રાશિના જાતકોને મળશે ધનલાભ, થશે ભાગ્યોદય

સૂર્ય ગ્રહને નવ ગ્રહોમાં સૌથી મોટા ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. સાથે જ જો સૂર્ય નબળો હોય તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કન્યા રાશિમાં સૂર્યનું સંક્રમણ તમામ રાશિઓને અસર કરશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો