news-3-pm-14-august-Gujarati-top-news-headlines-till-3-pm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 20મી સદીની ભૂલો 21મી સદીમાં સુધારી: મોદી, ગુજરાતમાં 16 સપ્ટે. મંત્રી મંડળ લઈ શકે છે શપથ

20મી સદીની ભૂલો 21મી સદીમાં સુધારી: મોદી, ગુજરાતમાં 16 સપ્ટે. મંત્રી મંડળ લઈ શકે છે શપથ

 | 2:58 pm IST
  • Share

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય (એએમયૂ)નું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાખવાની જૂની માંગ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એએમયૂની બગલમાં નિર્માણ થનાર એક નવી યૂનિવર્સિટીની આધારશિલા મૂકી છે. ગુજરાતને નવા સીએમ ભુપેન્દ્ર પટેલ મળી ગયા છે. હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતી બેકરીમાં એકસાથે 3 પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ મળી આવવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સહિત બપોરે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: UPમાં PM મોદીએ કહ્યું, “20મી સદીની ભૂલો 21મી સદીમાં સુધારી”

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય (એએમયૂ)નું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાખવાની જૂની માંગ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એએમયૂની બગલમાં નિર્માણ થનાર એક નવી યૂનિવર્સિટીની આધારશિલા મૂકી છે. જેનું નામ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ યુનિવર્સિટીનું શિલાન્યાસ કર્યું, તેના પછી એક વીડિયો અંતર્ગત શિક્ષા ક્ષેત્રે કરવામાં આવેલ સરકારના કાર્યો વિશે જાણકારી આપી.

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાતમાં 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ લઈ શકે છે શપથ, ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવા સૂચના

 ગુજરાતને નવા સીએમ ભુપેન્દ્ર પટેલ મળી ગયા છે. હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજે સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકનો દોર ચાલું છે. અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટૂ વન બેઠક કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: અમદાવાદ: ઘાટલોડિયાની બેકરીમાંથી એકસાથે 3 મૃતદેહો મળ્યાં, મોતનું કારણ અકબંધ

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પફ બનાવતી બેકરીમાં એકસાથે 3 પરપ્રાંતિય મજૂરોના મૃતદેહ મળી આવવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: નીતિ આયોગના સભ્યની ગંભીર ચેતવણી, કોરોનાની ત્રીજી લહેર આવશે, હજુ પણ માસ્ક અનિવાર્ય

ભારતમાં કોરોનાવાયરસના (Corona virus In India) વધતા જતા કેસો વચ્ચે નીતિ આયોગના આરોગ્ય બાબતોના સભ્ય ડો. વી.કે. પોલ. (DR. VK Paul) એ ચેતવણી આપી છે કે કોવિડ સંબંધિત પ્રોટોકોલને આવતા વર્ષે પણ અનુસરવું પડશે. તેમણે ત્રીજી લહેરની સંભાવનાને પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આગામી વર્ષ સુધી માસ્ક પહેરવા પડશે. પોલે કહ્યું કે હવે માસ્ક પહેરવાનું બંધ નહીં થાય. આગામી થોડા વખત આપણે આવતા વર્ષ સુધી માસ્ક પહેરવાનું રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇરાનની ચેતવણી પર તાલિબાન ભડકયું, કહી દીધું- દૂર રહો, પંજશીર અમારો આંતરિક મામલો

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના લોહિયાળ જંગ બાદ તેમની નજર હવે પંજશીર ઘાટી પર છે. પંજશીર ઘાટીને લઇ તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને લોહિયાળ જંગ ખેલી રહ્યું છે. આ બધાની વચ્ચે થોડાંક દિવસ પહેલાં ઇરાને પંજશીરમાં લોહિયાળ જંગને લઇ ચેતવણી આપી હતી. તેના પર તાલિબાની આતંકીઓ ભડકયા છે અને તેમણે તહેરાનને હસ્તક્ષેપ ના કરવાનું કહી દીધું છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: તાલિબાનને ‘આશરો’ આપવા પર અમેરિકા પાકિસ્તાન પર બરાબરનું ભડકયું, ભારતના કર્યા વખાણ

અફઘાનિસ્તાનમાં તાલિબાનના લોહિયાળ કબ્જામાં મદદ કરનાર પાકિસ્તાનને અમેરિકાએ બરાબરનું આડે હાથ લીધું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને માન્યું કે પાકિસ્તાન તાલિબાન અને હક્કાની નેટવર્કના આતંકીઓને આશરો આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને અફઘાનિસ્તાન અંગે વૈશ્વિક સમુદાયની નીતિઓ પ્રમાણે ચાલવું જોઇએ. અફઘાનિસ્તાનના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે આવવાની જરૂર છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: આંગળીના વેઢે ગણી શકાય તેટલી કંપનીઓ વધારી શકે તમારું મોબાઇલ બિલ; સરકાર બનાવી રહી છે નવો પ્લાન

દેશમાં જો આંગળીના વેઢે ગણી શકાય તેટલી માત્ર બે જ ટેલિકોમ કંપનીઓ રહેશે તો લોકો તો ફોન અને ડેટાના ભાવમાં ઝડપથી વધારો થઇ શકે છે તેવો ડર ટેલિકોમ ઉદ્યોગના નિષ્ણાતોને છે. જાણકારોનું કહેવું છે કે જો દેશમાં ટેલિકોમ વેપારમાં માત્ર બે જ કંપનીઓ બચશે તો ટેરિફમાં જબ્બર વૃદ્ધિ થઇ શકે છે.

 વધુ વાંચવા કરો ક્લિક-8: વિદ્યુત જામવાલે કરી ‘કમાંડો’ સ્ટાઈલમાં સગાઇ, શેર કરી આ રોમેન્ટિક તસવીરો

બોલિવૂડ એક્શન હીરો વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. વિદ્યુત જામવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની નંદિતા સાથે સગાઇ કરી હોવાની વાત જાહેર કરી છે.

 વધુ વાંચવા કરો ક્લિક-9: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર શું હવે દબાણ વધશે? ગૌતમ ગંભીરનુ નિવેદન

IPL 2021 નો બીજો તબક્કો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ પહેલા પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે કેપ્ટન વિરાટ કોહલીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ થોડા દિવસોમાં શરૂ થનારી લીગમાં દબાણ હેઠળ રહેશે, કારણ કે તેઓ એક અલગ પડકારનો સામનો કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-10: દેવગુરૂ બૃહસ્પતિ આજે મકર રાશિમાં થશે વક્રી, આ 4 રાશિને મળશે અઢળક લાભ

કુંભ રાશિમાં ગોચર કરી રહેલ ગ્રહ ગુરુ 14 સપ્ટેમ્બર, મંગળવારે શનિની પોતાની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં ગુરુમાં હશે ગુરુ 20 નવેમ્બર સુધી આ અવસ્થામાં મકર રાશિમાં રહેશે એટલે કે ગુરૂ ઉલ્ટી ચાલ ચાલી વક્રી થશે. આ પછી તે ફરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ હાલમાં મકર રાશિમાં બેઠા છે. આવી સ્થિતિમાં બૃહસ્પતિ અને શનિની યુતી થશે જે તમામ 12 રાશિઓ પર અસર કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો