રાજ્યભરની પાંજરાપોળ માટે રાહતના સમાચાર, CM વિજય રૂપાણીએ કરી આ મોટી જાહેરાત – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રાજ્યભરની પાંજરાપોળ માટે રાહતના સમાચાર, CM વિજય રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

રાજ્યભરની પાંજરાપોળ માટે રાહતના સમાચાર, CM વિજય રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

 | 10:54 am IST
  • Share

કોરોના મહામારીને કારણે સંકટનો સામનો કરી રહેલી પાંજરાપોળ માટે રાહતના સમાચાર છે. હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે. CM વિજય રૂપાણીએ પાંજરાપોળને સહાયની મોટી જાહેરાત કરી છે. પાંજરાપોળમાં ટ્યુબવેલ માટે રૂ.10 લાખની સહાય સીએમ રૂપાણી દ્વારા જાહેર કરાઈ છે. તો ચાબ કટર માટે સવા લાખ સુધીની સહાય, સ્પ્રિંક ઈરિગેશન સિસ્ટમ માટે રૂ.5 લાખની સહાય જાહેર કરાઈ છે. જમીનની માલિકી ધરાવતા પાંજરાપોળને આ સહાયનો લાભ મળશે.

રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નવી યોજનાની જાહેરાત કરી હતી. ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીકલ પેનલ, ગ્રીન ફોડર બેલર, ચાફકટર, ઇરિગેશન સિસ્ટમ, રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સહાય મળશે.

હવે રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ટ્યૂબવેલ માટે રૂ. 10 લાખ સુધીની સહાય 1 થી 10 હેકટર જમીન ધરાવતી રજિસ્ટર્ડ પાંજરાપોળને મળી શકશે.

સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેક્ટ્રિક પેનલ માટે રૂ. 8 લાખની મર્યાદામાં સહાય, ચાફકટર માટે 1.25 લાખ સુધીની સહાય ઉગેલાં ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ. 3.50 લાખ સહાય, 4 થી 10 હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે. સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય, રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂપિયા 35 હજારથી 1.05 લાખ સુધી સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન