NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Big breaking : પ્રભાસ અને અનુષ્કાને સાથે ચમકાવતા આવ્યા મોટા સમાચાર

Big breaking : પ્રભાસ અને અનુષ્કાને સાથે ચમકાવતા આવ્યા મોટા સમાચાર

 | 5:55 pm IST

બાહુબલી પ્રભાસ સાથે આગામી ફિલ્મ સાહોમાં બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફને અપ્રોચ કરાયા બાદ તેણે આ ફિલ્મ માટે ઇન્કાર કર્યા બાદ હવે ફિલ્મ મેકરોએ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને આ ફિલ્મની ઓફર કરી છે. કેટ હાલ અતિવ્યસ્ત અભિનેત્રીઓમાંની એક છે. આ વર્ષે તેની ફિલ્મ જગ્ગા જાસૂસ, ટાઇગર ઝિંદા હૈ સામેલ છે. તેમ જ ટૂંક સમયમાં અભિનેત્રી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાંને સાઇન કરવાની છે.

ફિલ્મના દિગ્દર્શક સુજિતે જણાવ્યું હતું કે અભિનેતા પ્રભાસ સાથેની મારી આગામી તેલૂગુ ફિલ્મ સાહોમાં બાહુબલીની દેવસેના જોવા મળશે જો તે આ ફિલ્મને મંજૂરી આપે તો આ રોમેન્ટિક જોડીને ફરી એકવાર દર્શકો સમક્ષ લાવવા હું આતુર છું. આ હિટ જોડી સિલ્વર સ્ક્રીન પર લોકોને જોવી ખૂબ જ સફળ સાબિત થશે. અમે અનુષ્કાને ફિલ્મની સ્ક્રીપ્ટ મોકલી આપી છે. હાલ અભિનેતા પ્રભાસ પણ એક મહિનાની રજા પર છે. ફિલ્મ સાહો તેલૂગુ, મલયાલમ, તમિલ અને હિંદી એમ ચાર ભાષાઓમાં રિલીઝ થવાની છે.

પ્રભાસ સાથે અનુષ્કા આ ફિલ્મમાં એકદમ ફિટ રહેશે એમ ફિલ્મ મેકરોને લાગે છે. અનુષ્કાએ તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન રાણાને ભાઇ અને પ્રભાસને સેકસી મેન જણાવી તેની પ્રશંસા કરી છે તેમ જ પ્રભાસ સાથે વારંવાર કામ કરવાની પણ વાત જણાવી છે. પ્રભાસ એક જેન્ટલમેન છે. ફિલ્મ સાહોનું નિર્માણ પ્રભાસનું પ્રોડકશન હાઉસ યુવી ક્રિએશન્સ કરશે.

1