next-24-hours-in-the-state weather-forecast-rain
  • Home
  • Featured
  • રાજ્યમાં આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો વિગતે

રાજ્યમાં આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો વિગતે

 | 3:31 pm IST

હવામાન વિભાગે ભારે વરસાદને લઇને અગાહી કરી છે. સાયક્લોનિક સર્કયુલેશનના કારણે વરસાદ પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, મહિસાગર, અરવલ્લી, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આ તરફ મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહશે.