Next two and half month crucial against COVID-19 : Dr.Harsh Vardhan
  • Home
  • Corona
  • કોરોના સામેની જંગમાં આવતા અઢી મહિના કેમ અગત્યના? મોદી સરકારના મંત્રીએ આપ્યો જવાબ

કોરોના સામેની જંગમાં આવતા અઢી મહિના કેમ અગત્યના? મોદી સરકારના મંત્રીએ આપ્યો જવાબ

 | 2:18 pm IST

દેશમાં શિયાળા (Winter) નો પ્રારંભ અને તહેવારોની સીઝન શરૂ થતાં હોવાથી કોરોના (Corona) સામેની લડતમાં આગામી અઢી મહિનામાં ખૂબ જ અગત્યના રહેશે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan) એ કહ્યું હતું. વિશ્વ (World) માં કોરોનાથી પ્રતિ 10 લાખ વ્યક્તિએ મૃત્યુદર ભારતમાં સૌથી ઓછો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની ત્રણ રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી એક ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને અન્ય બે રસી બીજા તબક્કાના ટ્રાયલ હેઠળ છે. તેમણે આશા વ્યક્ત કરી કે કોરોના સામે ટૂંક સમયમાં ભારત રસીનું સ્વદેશી ઉત્પાદન શરૂ કરશે. શિયાળાની સીઝન શરૂ થઈ રહી છે અને નવરાત્રિની સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ છે. પરિણામે આગામી અઢી મહિના આપણા માટે નિર્ણાયક સાબિત થશે.

દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિકની એ ફરજ છે કે કોરોના સામેની લડાઈમાં જરા પણ ઢીલાશ રાખે નહીં અને કોરોનાનો પ્રસાર અટકાવવા માટેના નિયમોનું પાલન કરે. તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, પરંતુ તકેદારીના સરળ પગલાંથી કોરોનાને વ્યાપક સ્તરે ફેલાતો અટકાવી શકીએ છીએ. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાથી કોરોના પર નિયંત્રણ મેળવી શકીએ છીએ. કોરોના સામેની લડાઈમાં ભારત સતત નવા સિમાચિહ્નો સર કરી રહ્યો છે. આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી ઊંચો છે અને મૃત્યુદર સૌથી નીચો છે. એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. ભારત માસ્ક, પીપીઈ કીટ્સ અને વેન્ટિલેટર્સ જેવી બાબતોમાં સ્વ નિર્ભર બની ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ દસ લાખની વસતીએ કોરોનાથી મોતના 81 કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં 4 ઑક્ટોબરથી દૈનિક મોતનો આંકડો 1,000થી નીચે રહ્યો છે. શુક્રવારે કોરોનાનો મૃત્યુદર 1.52 ટકા રહ્યો, જે 22મી માર્ચ પછી સૌથી નીચો છે. દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રતિ દસ લાખની વસતીએ મોતના કેસ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે, જેમાં પુડુચેરી, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબનો સમાવેશ થાય છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62,212 કેસ નોંધાયા હતા અને વધુ 837નાં મોત નીપજ્યાં છે જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 7,95,087 એટલે કે 8 લાખની અંદર થઇ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 112998 લોકોના મોત થયા છે.

આ વીડિયો પણ જુઓ : કોંગ્રેસનું પેટાચૂંટણીને લઈ નવું અભિયાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન