next wave of dth consolidation imminent as jio gigafiber readies for launch
  • Home
  • Technology
  • DTH TV ધરાવતા લોકોને થશે મોટો ફાયદો, માર્કેટમાં આવશે આ કંપની

DTH TV ધરાવતા લોકોને થશે મોટો ફાયદો, માર્કેટમાં આવશે આ કંપની

 | 3:09 pm IST

ટ્રાઇના નવા ડીટીએચ નિયમનમાં અમલીકરણને બે મહિનાથી વધુનો સમય થયો છે. ત્યારથી, કેબલ અને ડીટીએચ કંપનીઓએ તેમની યોજના ઓફર કરવાનું શરૂ કર્યું છે. એમ તો ટ્રાઇએ લોકોને શક્ય તેટલી જલ્દી યોજનાઓ અથવા ચેનલો પસંદ કરવાનું કહ્યું હતું, પરંતુ ઘણા લોકો હજુ એવા પણ છે જેમણે અત્યાર સુધી યોજનાઓ અથવા ચેનલો પસંદ કર્યા નથી. તો ટૂંક સમયમાં જિયો ગીગાફાઇબર તમને ઓછી કિંમતમાં વધુ લાભ આપશે.

ડીટીએચ માર્કેટમાં પ્રાઇસવોર શરૂ થઇ ગયો છે, કારણ કે મુકેશ અંબાણીની કંપની જિયો ગીગાફાઇબર કમર્શિયલ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ પહેલાં 2017માં દિલ્હી સ્થિત વીકોન મીડિયાએ રિલાયન્સ Big TVનું અધિગ્રહણ કર્યું છે. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો બજારમાં કંસોલિડેશનનો દૌર એકવાર ફરી જોવા મળી શકે છે. તેનાથી સુનિશ્વિતપણે ગ્રાહકોને ફાયદો મળશે.

DTH બજારમાં ટાટા સ્કાય અને એરટેલ ડીટીએચ પણ મોટા માથા છે. જિયો ફાઇબર બ્રોડબેંડ નેટવર્ક આ વર્ષમાં લોન્ચ થવાની આશા છે. અત્યારે મુંબઇ, દિલ્હી-એનસીઆર, અમદાવાદ અને સુરતમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રિલાયન્સ જિયો ફાઇબર સર્વિસમાં 100 મેગાબાઇટ સુધીની સ્પીડ ઓફર કરી રહ્યું છે.

ગ્રાહક વધુ સ્પીડ ઇચ્છે તો તે 4500 રૂપિયાની રિફંડેબલ એમાઉન્ટ સાથે લઇ શકે છે. એક અહેવાલ પ્રમાણે જિયો ગીગા ફાઇબર સર્વિસથી ગ્રાહકોને ઇન્ટરનેટ સેવા પણ મળશે. પરંતુ અન્ય DTH સેવા પ્રોવાઇડર સેવા ઉપલબ્ધ કરાવતા નથી. ઉલ્લેખનિય છે કે આ સેવા માટે શરૂઆતમાં ગ્રાહકોને 4500 રૂપિયા ચૂકવવા પડશે, જે રિફંડેબલ છે. તેને Paytm, Jio Money, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા રોકડથી ચુકવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન