હજી આગામી વર્ષે પેટ્રોલ-ડીઝલનો ભાવ ભડકે બળશે ???,જાણો શું છે કારણ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હજી આગામી વર્ષે પેટ્રોલ-ડીઝલનો ભાવ ભડકે બળશે ???,જાણો શું છે કારણ

હજી આગામી વર્ષે પેટ્રોલ-ડીઝલનો ભાવ ભડકે બળશે ???,જાણો શું છે કારણ

 | 1:50 pm IST

ભારતમાં આગામી સમયમાં ચૂંટણીની સિઝન પછીના સમયમાં નવા પરિમાણો જોવા મળી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સૌથી ઊંચા સ્તર પર છે. જેના કારણે તે મુશ્કેલી આવનારા દિવસોમાં વધી શકે છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.

બૅન્ક ઓફ અમેરિકા કોર્પોરેશન અનુસાર વેનેઝુએલા અને ઈરાનમાં સપ્લાયમાં ખોટ આવવાને કારણે સમસ્યા ઊભી થઇ શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ 77 ડોલર પ્રતિ બેરલ સ્તર પર ચાલી રહ્યું છે. બેંક કહે છે કે 2019 બીજા ક્વાર્ટર સુધી આ આંકડો 90-100 ડોલર બેરલ થઇ શકે છે. તેનુ કારણે વૈશ્વિક સ્તર પર ઉત્પાદનમાં ઘટાડો થવાની સ્થિતિ છે.

ક્રૂડ ઓઈલના ભાવ પહેલેથી ત્રણ વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. તેના કારણે યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન પર ફરી એક વખત પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેશે. આ સાથે ઇરાને પહેલેથી જ સપ્લાયની ખોટથી ક્રૂડ માર્કેટને ઝટકો આપતા ઉત્પાદનમાં ઘટાડો કરવાની ચેતવણી આપવામાં આવી છે. ઑપેક દેશોના સપ્લાઇ કટનો નિર્ણય અને વેનેઝુએલામાં ઉત્પાદનમાં અચાનક ઘટાડાને લઇને કિંમતોમાં વધારે તેજી રહેવાની સંભાવના છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચના કોમોડિટીઝ રિસર્ચના હેડ ફ્રાન્સિસ્કો બ્લાન્કે જણાવ્યું કે, આગામી 18 મહિના પર ધ્યાન રાખો. અમને લાગે છે કે ગ્લોબલ સપ્લાય અને માંગ સ્થિતિ આગામી દિવસોમાં ટાઈટ થઇ જશે. એટલુ જ નહીં અનેક અન્ય બૅન્કોએ પણ ક્રૂડના ભાવમાં વધારો કરવાની આશંકા વ્યક્ત કરી છે.