ભારતમાં Infinix એ નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો તેનાં ફીચર અને કિંમત - Sandesh
  • Home
  • Technology
  • ભારતમાં Infinix એ નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો તેનાં ફીચર અને કિંમત

ભારતમાં Infinix એ નવો સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો તેનાં ફીચર અને કિંમત

 | 5:25 pm IST

હોંગકોંગની સ્માર્ટફોન બનાવતી Infinix એ ભારતમાં પોતાનો નવો સેલ્ફી ફોકસ Hot S3 સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. Infinixનો આ સ્માર્ટફોન 12 ફેબ્રુઆરીએ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર મળશે.

Infinix Hot S3 એન્ડ્રોઈડ 8.0 ઓરિયો પર ચાલતો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. તેના બે વેરિયેન્ટ છે, જેમાં એક સ્માર્ટફોનમાં 3GB રેમ અને 32GB ઈન્ટરનલ સ્ટોરેજ અને બીજા ફોનમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. તેમજ 3GB રેમ વાળા વેરિયેન્ટની કિંમત 8,999 રૂપિયા છે અને 4GB રેમ વાળા મોડલની કિંમત 10,999 રૂપિયા છે. તે સેંડસ્ટોર અને બ્રશ ગોલ્ડ કલર વેરિયેન્ટમાં ઉપસબ્ધ હશે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો Infinix Hot S3માં 5.65 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1440×720 પિક્સલ છે. તેમાં 18:9 એસ્પેક્ટ રેશિયો સાથે બેઝલ ડિસ્પ્લે આપવામાં આવી છે. Infinixનાં આ ડિવાઈસમાં 1.4GHz ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે ઓટોફોકસ અને LED ફ્લેશની સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 4,000 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. ક્નેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઈપ સી જેવા ક્નેક્ટિવિટી ફીચર આપવામાં આવ્યા છે.