NGT extends ban on sale, use of firecrackers until Covid situation improves
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોના નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ફટાકડા ફોડવા પર NGTનો પ્રતિબંધ

કોરોના નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ફટાકડા ફોડવા પર NGTનો પ્રતિબંધ

 | 6:55 am IST
  • Share

નવી દિલ્હી :

દિલ્હી-એનસીઆરમાં દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ બાદ પણ પ્રદૂષણ અપેક્ષા અનુસાર કાબૂમાં ના આવતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (એનજીટી)આ પ્રતિબંધને લંબાવવાનો નિર્ણય કર્યો છે અને હવે કોવિડ-૧૯ નિયંત્રણમાં ના આવે ત્યાં સુધી ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ જળવાઇ રહેશે. તેના પરિણામે હવે જ્યારે લગ્નની સિઝન ખૂલી છે તેમાં લોકો ફટાકડા ફોડી શકશે નહીં. એનજીટીએ જણાવ્યું હતું કે દેશના જે રાજ્યોમાં હવાની ગુણવત્તા સારી નહીં હોય ત્યાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. એનજીટીએ આદેશ કર્યો હતો કે કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન જ્યાં વ્યાપક એર ક્વોલિટી પૂઅર અને તેનાથી ઉપરની કેટેગરીમાં આવે છે ત્યાં તમામ પ્રકારના ફટાકડાનાં વેચાણ અને તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. એનજીટીએ તમામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સને એ જોવાનો આદેશ કર્યો છે કે પ્રતિબંધિત ફટાકડાનું વેચાણ ના થાય અને અને જો નિયમનો ભંગ થાય તો વળતર વસૂલવા પણ આદેશ કર્યો છે.

નવા વર્ષની ઉજવણીમાં પણ માત્ર ગ્રીન ફટાકડાની મંજૂરી

આ બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે જે શહેરો અને ગામોમાં વ્યાપક એર ક્વોલિટી મોડરેટ અથવા તેનાથી નીચેની કેટેગરીમાં આવતી હોય ત્યાં બે કલાકથી વધારે નહીં એટલા સમય માટે જ ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ક્રિસમસ દરમિયાન અને નવા વર્ષની ઉજવણી દરમિયાન જે સ્થળોએ હવાની ગુણવત્તા મોડરેટ અથવા તેનાથી નીચી કેટેગરીમાં આવતી હોય તેવા સ્થાનો પર ૧૧:૫૫ પીએમથી ૧૨:૩૦ એએમ દરમિયાન જ ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન