NIA Arrested Shakir Bashir Magrey In Connection With Pulwama Attack
  • Home
  • Featured
  • પુલવામા CRPF હુમલામાં હાથ લાગી મોટી સફળતા, થઈ શકે છે અનેક મહત્વના ખુલાસાઓ

પુલવામા CRPF હુમલામાં હાથ લાગી મોટી સફળતા, થઈ શકે છે અનેક મહત્વના ખુલાસાઓ

 | 10:30 pm IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં NIAને મોટી સફળતા હાથ લાગી છે. NIAએ જૈશ-એ-મોહમ્મદના આતંકી શાહિર બશીર માગરેની ધરપકડ કરી છે. શાકિર જૈશનો ઓવરગ્રાઉંડ વર્કર છે અને તેણે જ પુલવામા હુમલાને અંજામ આપનારા આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડારને આશ્રય આપ્યો હતો.

NIAએ જણાવ્યું છે કે, શાહિરની પુલવામા હુમલામાં શક્રિય ભૂમિકા હતી. શાહિરે આદિલ અહમદ ડારને આશ્રય આપવા ઉપરાંત તેને હુમલા માટે જરૂરી સામાન પણ પુરો પાડ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહિદ થયા હતાં.

જોકે NIAને હજી એ જાણકારી હાથ લાગી નથી કે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ કોણ છે. પરંતુ શાહિરની ધરપકડ NIAની મોટી સફળતા માનવામાં આવે છે અને એજન્સીને તેનાથી મહત્વની જાણકારી હાથ લાગી શકે છે. 

હુમલા પહેલા ઘરમાં રાખ્યો, IED બનાવવામાં કરી મદદ

શાહિરની ધરપકડને લઈને NIAએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, પુછપરછમાં શાકીરે ખુલાસો કરતા કહ્યું હતું કે, તેણે આદિલ અહમદ ડાર અને પાકિસ્તાની આતંકી મોહમ્મદ ઉમર ફારૂકને 2018ના અંતમાં પોતાના ઘરમાં રાખ્યો હતો. ફેબ્રુઆરી 2019માં હુમલાને અંજામ આપ્યો ત્યાં સુધી બંને આ ઘરમાં જ રોકાયા હતાં. શાકિરે કહ્યું હતું કે, તેને આઈઈડી બનાવવામાં મદદ કરી હતી. શાકીરને વધુ પુછપરછ માટે 15 દિવસની અટકાયતમાં મોકલવામાં આવ્યો છે.

NIAએ ગુરૂવારે જ આપી દીધા હતા સંકેત

તપાસ એજન્સીએ NIA ગઈ કાલે જ કહ્યું હતું કે પુલવામાના જે આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં, તેને લઈને અમારા હાથમાં મહત્વના પુરાવા હાથ લાગ્યા છે અને ટૂંક સમયમાં જ મોટી સફળતા હાથ લાગે તેવી શક્યતા છે.

ચાર્જશીટને લઈને ઉભા થયા હતા સવાલ

પુલવામા હુમલા બાદ સુરક્ષાબળોએ અથડામણમાં 5 શકમંદોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. માનવામાં આવે છે કે, આ પાંચેય હુમલાના ષડયંત્રકારીઓ હતા. તમામને ઠાર મારવામાં આવ્યા બાદ પુલવામા હુમલા સાથે જોડાયેલા અનેક સવાલ આજે પણ ઉકેલ્યા વગરના જ છે. શકમંદોના મોતના કારણે આખા ષડયંત્રની જાણકારી હાથ લાગી નહોતી. જેથી એનઆઈએ અત્યાર સુધી આ મામલે ચાર્જશીટ દાખલ કરી શકી નહોતી. જ્યારે સામાન્ય રીતે 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન