NIA Busts terror Group Based In TamilNadu
  • Home
  • Featured
  • NIAએ કર્યો આતંકી ષડયંત્રનો પર્દાફાશ, સમગ્ર દેશમાં આતંકી હુમલાની હતી તૈયારી

NIAએ કર્યો આતંકી ષડયંત્રનો પર્દાફાશ, સમગ્ર દેશમાં આતંકી હુમલાની હતી તૈયારી

 | 9:16 pm IST

નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. NIAએ તમિલનાડુમાં એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યો છે, જે સમગ્ર દેશમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. આ સંગઠન દેશમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપનાનો ઈરાદો રાખતો હતો. NIAએ ચેન્નઈ અને નાગપટ્ટિનમ જિલ્લામાં સ્થિત ત્રણ સંદિગ્ધોના ઠેકાણા પર રેડ પાડીને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

NIA તરફથી 9 જુલાઈએ રજિસ્ટર કરાયેલ કેસ પ્રમાણે સંદિગ્ધ આતંકી ચેન્નઈ અને નાગપટ્ટિનમ જિલ્લાના રહેવાસી છે. તે ઉપરાંત સમગ્ર દેશ અને બહાર પણ અનેક લોકો તેમાં જોડાયેલાં છે. આ લોકો ભારત સરકાર સામે જંગ છેડવાના મનસૂબા રાખતા હતા. આ આતંકીઓએ અંસારુલ્લા નામનું આતંકી સંગઠન બનાવી રાખ્યું હતું.

NIAએનું કહેવું છે કે, આરોપી સૈયદ મોહમ્મદ બુખારી, હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીન અને તેના સહયોગીઓએ મોટા પાયે ફંડ એકત્ર કર્યું છે. આ લોકો ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. આ આતંકીઓનો ઈરાદો ભારતમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો હતો. સુરક્ષા એજન્સીએ ચેન્નઈ સ્થિત સૈયદ બુખારીના ઘર અને ઓફિસમાં રેડ કરી હતી. અને નાગપટ્ટિનમ જિલ્લામાં હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીનના ઘરે રેડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન