NIA may join actor Actor Sushant Singh Rajput’s death probe
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત સિંહ કેસમાં થઈ શકે છે વધુ એક તપાસ એજન્સીની એન્ટ્રી, બોલિવૂડમાં ફફડાટ

સુશાંત સિંહ કેસમાં થઈ શકે છે વધુ એક તપાસ એજન્સીની એન્ટ્રી, બોલિવૂડમાં ફફડાટ

 | 10:52 pm IST

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તપાસ આગળ વધી રહી છે. આ કેસમાં હવે કેન્દ્રની ચોથી તપાસ એજન્સીની એન્ટ્રી થઇ શકે છે. સીબીઆઇ, ઇડી, એનસીબી બાદ હવે એનઆઇએની પણ એન્ટ્રી થવાની શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યો સાથેની તપાસ અને અધિકારીઓ સાથેની ચર્ચા બાદ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની સેકશન 53 હેઠળ તપાસની એનઆઇએ દ્વારા શક્યતા ચકાસાઇ રહી છે. જો એનઆઇએ આ તપાસમાં જોડાશે તો, તે ચોથી કેન્દ્રીય તપાસ એજન્સી હશે. અગાઉ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન), ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તથા એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) તપાસ હાથ ધરી ચૂકી છે.

મુંબઇમાં વર્ષ 2008માં 26/11ના હુમલા બાદ એનઆઇએની રચના કરવામાં આવી હતી. ગતવર્ષે સુધારા દ્વારા એનઆઇએને હ્યુમન ટ્રાફિકિંગ તથા સાઇબર ટેરરિઝમની તપાસ માટેની પણ સત્તા આપવામાં આવી છે.

હવે, ફાઇનાન્સ મિનિસ્ટ્રીના રેવન્યુ ડિપાર્ટમેન્ટના બિશ્વજીત સરકાર દ્વારા એનઆઇએને નાર્કોટિક્સ સંબંધિત કેસની તપાસ માટે પણ સત્તા આપતા નોટિફિકેશન પર સહી કરી છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં બોલિવૂડ અને ડ્રગ્સ એંગલ બહાર આવ્યા બાદ આ ડેવલપમેન્ટ થયું છે. ભારત તથા મુંબઇમાં ડ્રગ્સ સપ્લાય અંગે એનસીબીએ ઘણાં દેશની મદદ માગી છે. અગાઉ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા કેસમાં મુંબઇ કનેક્શન પણ ખૂલ્યું હતું. એનસીબી દ્વારા કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકેની એજન્સીનો પણ સહકાર માગ્યો છે.

 એનસીબી દ્વારા બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત પંજાબની એક વ્યક્તિને પણ સમન્સ પાઠવ્યું છે. તપાસ દરમિયાન કોલંબિયા, મોઝામ્બિક રૃટથી પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડાતું હોવાની વિગતો આવી છે. પાકિસ્તાનથી પંજાબ રૃટથી તથા ગુજરાતના દરિયાકાંઠેથી પણ નશીલા પદાર્થ ઘુસાડાતા હોવાની વિગતો ખૂલી છે.

જગજાહેર છે કે, આતંકને પોષવા માટે પાકિસ્તાન ડ્રગ મનીનો ઉપયોગ કરે છે. ડ્રગ ટ્રેડ માટે આઇએસઆઇ દ્વારા લાંબા અરસા સુધી ડી-સિન્ડિકેટનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ડી- સિન્ડિકેટ મારફત ડ્રગ્સની કમાણીનો મોટો હિસ્સો ટેરરમાં ડાયવર્ટ કરાતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન