ગિલાની સહિત અલગાવવાદી નેતાઓ NIAના રડાર પર, હાફિઝ સઈદ પાસેથી ફંડ લેવાનો આરોપ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ગિલાની સહિત અલગાવવાદી નેતાઓ NIAના રડાર પર, હાફિઝ સઈદ પાસેથી ફંડ લેવાનો આરોપ

ગિલાની સહિત અલગાવવાદી નેતાઓ NIAના રડાર પર, હાફિઝ સઈદ પાસેથી ફંડ લેવાનો આરોપ

 | 5:56 pm IST

 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ કાશ્મીરમાં કથિત હિંસક ગતિવિધિઓના મામલે કટ્ટરપંથી અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની સહિત અન્ય નેતાઓ વિરુદ્ધ પ્રિલિમિનરી ઈન્કવાયરી નોંધી છે. એનઆઈએના પ્રવક્તાના જણાવ્યાં મુજબ આ પીઆઈમાં જે લોકોના નામ સામેલ છે તેમાં નઈમ ખાન, ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે અને તહરીક એ હુર્રિયતના ગાઝી જાવેદ બાબાનો સમાવેશ છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ કાશ્મીરમાં પથ્થરબાજી માટે હવાલા દ્વારા નાણા ભેગા કરવાના મામલે એક ટીમ આજે શ્રીનગર પહોંચી છે.

અત્રે જણવવાનું કે નઈમ ખાને એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકી સમૂહો પાસેથી ધન પ્રાપ્ત કરવાની વાત કથિત રીતે સ્વીકારી હતી. પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે અલગાવવાદી સુરક્ષા દળો પર પથ્થરમારો કરવા, જનસંપત્તિને નુકસાન પહોંચાડવા અને શાળાઓ તથા અન્ય સરકારી પ્રતિષ્ઠાનોમાં આગ લગાવવા સહિત કાશ્મીર ઘાટીમાં હિંસક ગતિવિધિઓ કરવા માટે પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ પાસેથી ફંડ મેળવી રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું કે આ મામલે કાશ્મીર ખાટીમાં સક્રિય અલગાવવાદી સમૂહોના નેતાઓ તથા એક ટીવી રિપોર્ટર વચ્ચે વાતચીતની રેકોર્ડિંગ સંબંધી અહેવાલને પણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે.