- Home
- Entertainment
- Bollywood
- જેની સાથે અંડરવોટર કિસ કરી એના વિશે અભિનેત્રી નિયા શર્માએ કહ્યું-એ બેસ્ટ કિસર છે….

જેની સાથે અંડરવોટર કિસ કરી એના વિશે અભિનેત્રી નિયા શર્માએ કહ્યું-એ બેસ્ટ કિસર છે….

રવિ દુબે(ravi dubey) અને નિયા શર્મા(nia sharma) ટીવીના સૌથી લોકપ્રિય કપલમાંનુ એક છે કે જેને ઓનસ્ક્રીન ખુબ જ પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેનું જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. બન્નેની તસવીરો પણ ખુબ જ વાયરલ થતી રહે છે અને ફેન્સ લાઈક્સ કોમેન્ટ કરતા રહે છે. ત્યારે હાલમાં નિયા શર્મા અને રવિની જમાઈ રાજા 2.0 સીઝનના ટ્રેલરને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. હાલમાં જ એક એવોર્ડ શોમાં નિયાએ રવિને બેસ્ટ કિસર તરીકે ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જમાઈ રાજા 2.0માં બન્નેએ અન્ડરવોટર કિસ કરી હતી.
જમાઈ રાજા 2.0થી રવિ દુબે અને નિયા શર્મા(nia sharma)નું આ કિસિંગ સીન વાયરલ થઈ ગયું હતું. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2021ના સ્ટેજ અપીયરેન્સ દરમિયાન નિયા શર્માએ રવિને બેસ્ટ કિસર કહ્યો હતો. નિયાના આ નિવેદન પછી ઓડિયન્સમાં હંસી મજાકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.
આ પહેલાની વાત કરીએ તો એક ઈન્ટરવ્યૂ દરમિયાન રવિ દુબે(ravi dubey)ની પત્ની સરગુન મહેતાએ ઓન સ્ક્રીન કિસને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે મને આ વાતને લઈને જરાય ખોટુ નથી લાગતું. હું તમને જણાવી દઉ કે જ્યારે જમાઈ રાજા 2.0 મે જોઈ તો મને જાણ થઈ કે રવિ અને નિયાની ઘણી કિસો તેમાં બતાવવામાં આવી છે. ત્યારે પણ મે એ જ કહ્યું હતું કે સારો કિસર બનજે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન