Nia Sharma Sharma Did Dance On Beach
  • Home
  • Featured
  • બીચ પર નિયા શર્માએ કર્યો શાનદાર ડાન્સ, આંખો જોતી રહી જશે આ વિડીયો

બીચ પર નિયા શર્માએ કર્યો શાનદાર ડાન્સ, આંખો જોતી રહી જશે આ વિડીયો

 | 1:56 pm IST

ટીવી અભિનેત્રી નિયા શર્મા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. નિયાનાં ફેન્સ તેની સ્ટાઇલ અને મેકઅપ લૂકને કારણે તેને ઘણી જ પસંદ કરે છે. તાજેતરમાં જ નિયાએ પોતાનો એક ડાંસ વિડીયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નિયાનાં ફેન્સે તેના ડાંસ મૂવ્સને શાનદાર ગણાવ્યા છે. નિયાએ વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે તેને પ્રોફેશનલ ડાન્સર્સ પાસેથી ડાંસ મૂવ્સ શીખવાની ઘણી જ મજા આવે છે.

નિયાએ પોતાની પોસ્ટમાં કૉરિયોગ્રાફર અને ફૉટોગ્રાફરને પણ ટેગ કર્યા છે. નિયા શર્માને ઝી ટીવી શૉ ‘જમાઈ રાજા’થી કેરિયરમાં ઊંચાઈ મળી હતી. પોતાની ટીવી સીરીયલ અને વેબ સીરીઝ ઉપરાંત નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ પૉપ્યુલર છે. 27 વર્ષની નિયાનું સાચું નામ નેહા છે. વર્ષ 2010માં સીરીયલ ‘કાલી’થી ટીવીમાં તેણે ડેબ્યૂ કર્યું હતુ. લંડનનાં વીકલી મેગેઝીન ઈસ્ટર્ન આઈ દ્વારા 2017 ડિસેમ્બરમાં કરવામાં આવેલા ’50 સેક્સિએસ્ટ એશિયન વુમન’માં નિયા શર્માને બીજા નંબરે હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન