Nia Sharma's question can't keep the collar of the girl high?
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિયા શર્માનો સવાલ છોકરી શર્ટનો કોલર ઊંચો ન રાખી શકે?

નિયા શર્માનો સવાલ છોકરી શર્ટનો કોલર ઊંચો ન રાખી શકે?

 | 8:00 am IST

આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ કેર વચ્ચે નાગીન-૪ની અભિનેત્રી નિયા શર્માએ તેની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરની સાથે નિયાએ તેના ફેન્સને એક અજીબોગરીબ પ્રશ્ન પણ પૂછી નાખ્યો. જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે. જોકે, તેણે શેર કરેલી તસવીર અને તેના લુક જોઈને તેના કેટલાક ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ કેટલાક ફેન્સે તો નિયાનો રીતસરનો ક્લાસ જ લઈ લીધો.

વાત એવી છે કે નિયા શર્માએ તાજેતરમાં તેનો એક ફોટો શૂટ કરાવ્યો હતો. જેમાંથી કેટલીક તસવીરો નિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી. આ તસવીરમાં નિયાએ સફેદ રંગના લોન્ગ કોલર શર્ટ સાથે બ્લેક મીની સ્કર્ટ પહેર્યું હતું. આ લુક સાથે નિયાએ ગળામાં નેકપીસ પણ પહેરી છે અને અલગ જ હેરસ્ટાઈલ કરી છે. તેના આ લુકનાં કેટલાક ફેન્સ વખાણ કરી રહ્યા છે, પરંતુ તસવીર સાથે નિયાએ લખ્યું કે, શું કોઈ છોકરી શર્ટનો કોલર ઊંચો રાખે તો તે છોકરી ખરાબ બની જાય? આ વાત સાચી છે?

આ પોસ્ટ પછી કેટલાક યુઝર્સ અને તેના ફેન્સે પોતપોતાના વિચાર અને જવાબ આપવાનું શરૂ કરી દીધું. એક ફેન્સે કમેન્ટ કરી કે, તમે આ લુકમાં સારા લાગી રહ્યા નથી, સાડી જ પહેરો. તો બીજાએ કમેન્ટ કરી કે, બકવાસ! સારાં કપડાં પહેરો, શરીરનું પ્રદર્શન કરવાથી કોઈ સુંદર લાગતું નથી. આવી અનેક કમેન્ટથી નિયા શર્મા ટ્રોલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન