NIA to Probe Kabul Gurudwara Attack in First Overseas Case
  • Home
  • Featured
  • NIAએ કાબુલ હુમલાને લઇ ભર્યું જબરદસ્ત મોટું પગલું, એક ભારતીયનું થયું હતું મોત

NIAએ કાબુલ હુમલાને લઇ ભર્યું જબરદસ્ત મોટું પગલું, એક ભારતીયનું થયું હતું મોત

 | 7:17 am IST

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ગયા મહિને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત ગુરૂદ્વારા પર થયેલા હુમલાની તપાસ કરશે. જેમાં ભારતીય નાગરિક સહિત 27 લોકોના મોત થયા. NIAએ બુધવારના રોજ આ અંગે FIR નોંધાવી જે વિદેશમાં NIA દ્વારા તપાસનો પહેલો મામલો છે.

એજન્સીની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન પ્રમાણે NIA એકટમાં સંશોધન બાદ આ પોતાની તરફથી પહેલો મામલો છે. સંશોધિત કાયદામાં એનઆઇએને દેશની બહાર કોઇપણ કેસની તપાસ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેમાં ભારતીય કે ભારતના હિતને અસર થઇ હોય. ઉલ્લેખનીય છે કે આ આતંકી હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. 

એજન્સીએ કહ્યું કે કેસ Sections of Indian Penal Code and Anti-Terrorism Law અંતર્ગત નોંધાયો છે. 25મી માર્ચના રોજ હુમલાની જવાબદારી આતંકવાદી ગ્રૂપ ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રોવિન્સ (ISKP)એ લીધી હતી. આ ખૂંખાર આતંકી સંગઠન આઇએસની જ એક શાખા છે.

આ વીડિયો પણ જુઓ : દિલ્હી તબલીગી જમાતથી સંદેશ ન્યૂઝ લાઇવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન