Nick and Priyanka Chopra Spend This Much Money In Wedding
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિક અને પ્રિયંકાએ લગ્નમાં કર્યો આટલો ખર્ચો, કિંમત જાણીને ખરેખર નહીં આવે વિશ્વાસ

નિક અને પ્રિયંકાએ લગ્નમાં કર્યો આટલો ખર્ચો, કિંમત જાણીને ખરેખર નહીં આવે વિશ્વાસ

 | 3:17 pm IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન થયે એક અઠવાડિયું થઈ ગયું છે. આટલા દિવસ પછી પણ રૉયલ લગ્ન વિશે ચર્ચાઓ થઈ રહી છે. પ્રિયંકા હંમેશા ઇચ્છતી હતી કે તે એક રાજકુમારીની જેમ દુલ્હન બને. આ કારણે જોધપુરનાં ઉમેદ ભવનમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ રૉયલ વેડિંગમાં અંદાજે 200 મહેમાન સામેલ હતા. મહેમાનોનાં આવવા-જવા માટે ખાસ જેટ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પ્રિયંકા-નિકે પોતાના લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ શાહી લગ્ન 4 દિવસ ચાલ્યા હતા.

બંને સ્ટાર્સે આ લગ્નને ભવ્ય બનાવવામાં કોઈ જ કસર છોડી નહોતી

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે 4 દિવસ સુધી ઉમેદ ભવનને બૂક કરવા માટે પ્રિયંકા-નિકે 3.3 કરોડ રૂપિયા આપ્યા હતા. એક એમેરિકન વેબસાઇટનાં પ્રમાણે આ લગ્નમાં 4 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થયો છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકની કુલ સંપત્તિ 375 કરોડ ડૉલર છે. આવામાં જો પ્રિયંકા અને નિકે પોતાના લગ્નમાં 4 કરોડનો ખર્ચ કર્યો છે તો તે વધારે નથી. બંને સ્ટાર્સે આ લગ્નને ભવ્ય બનાવવામાં કોઈ જ કસર છોડી નહોતી. હિંદૂ વેડિંગમાં અંદાજે 30 લાખ રૂપિયા ખર્ચ થયા હતા, જ્યારે મહેમાનોનાં ભોજન પાછળ 43 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો.

નિકે કુવૈત અને દુબઈથી પોતાના પર્સનલ શેફ બોલાવ્યા હતા

પ્રિયંકા અને નિકનાં ક્રિશ્ચિયન વેડિંગમાં 18 ફૂટ ઊંચો કેક બનાવવામાં આવ્યો હતો. હવે આ કેકની તસવીરો સામે આવી છે જેને જોઇને લોકો ચોંકી ગયા છે. નિકે મહેમાનોની મહેમાનગતિ માટે કુવૈત અને દુબઈથી પોતાના પર્સનલ શેફ બોલાવ્યા હતા. લગ્નમાં મહેમાનોને ભોજન પીરસવાની જવાબદારી તાજ હોટલનાં 50થી વધારે શેફને આપવામાં આવી હતી.

પ્રિયંકા અને નિકે ઘણા જ મોંઘા કપડા પહેર્યા હતા

મહેંદીથી લઇને સંગીત અને ફટાકડાને જોડીને આ આંકડો 4.13 કરોડ રૂપિયા થાય છે. પ્રિયંકા અને નિકે 2 લગ્ન કર્યા છે. એક ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે અને એક હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે. આ બંને લગ્નમાં પ્રિયંકા અને નિકે ઘણા જ મોંઘા કપડા પહેર્યા હતા. લગ્નનાં ખર્ચામાં કપડાની કિંમત સામેલ નથી.