Nick Jonas Danced In Music Ceremony In His Marriage
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકાની સંગીત સેરેમનીમાં નિકે કર્યો જોરદાર ડાન્સ, જોઇ લો શાનદાર તસવીરો

Photos: પ્રિયંકાની સંગીત સેરેમનીમાં નિકે કર્યો જોરદાર ડાન્સ, જોઇ લો શાનદાર તસવીરો

 | 9:16 pm IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નની સંગીત સેરેમનીમાં સંગીતની ધૂમ મચી હતી. નિક પણ પોતાના પગ રોકી શક્યો નહોતો. નિકે જોરદાર ડાન્સ કર્યો હતો. તો તેનો સાથ તેની પત્ની પ્રિયંકા ચોપરા અને સાસુ મધુ ચોપરાએ આપ્યો હતો. સંગીત સેરેમનીમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, પરિણીતી ચોપરા પણ હાજર હતા.

પ્રિયંકા ચોપરાએ પણ મા મધુ ચોપરા સાથે ડાન્સ કર્યો હતો. બંને શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. સેરેમની દરમિયાન પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ફેમિલી વચ્ચે ડાન્સ કૉમ્પિટિશન થઈ, જેમાં બંને પક્ષ એકબીજા પર ભારે પડ્યા હતા.

સંગીત સેરેમનીને મુકેશ અંબાણી, નીતા અંબાણી, પરિણીતિ ચોપરા અને અન્ય મહેમાનોએ એન્જોય કરી હતી. મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી પણ મંગેતર શ્લોકા સાથે પહોંચ્યો હતો. બંને ફેમિલી વચ્ચે એક ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. નિક જોનસનાં ભાઈ અને અન્ય પરિવારજનો એક જેવા પહેરવેશમાં જોવા મળ્યા હતા. નિકે બ્લૂ શેરવાની પહેરી હતી.