Nick Jonas buys Priyanka Chopra a luxury car to celebrate Jonas Brothers' song Sucker
  • Home
  • Featured
  • Photos: નિક જોનસે પત્ની પ્રિયંકાને આપી કરોડોની કિંમતની કાર, કારણ છે ખાસ

Photos: નિક જોનસે પત્ની પ્રિયંકાને આપી કરોડોની કિંમતની કાર, કારણ છે ખાસ

 | 12:20 pm IST

પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે હાલ તેના નવા નવા થયેલા લગ્નજીવનનો ભરપુર આનંદ લઈ રહ્યા છે. આ કપલ અવાર નવાર ફરતુ જોવા મળે છે તેના ફોટાઓ વાયરલ થાય છે. હોલીવુડમાં નામ ધરાવતા સિંગર નિક જોનસ ગયા અઠવાડિયે તેના ભાઈઓ સાથે મળીને એક સિંગલ સોંગ ‘સકર’ રિલીઝ કર્યુ હતુ. જોનસ બ્રધર્સનું આ સિંગલ સોંગ સકર હાલ ખુબજ ચર્ચામાં છે. ખાસ કરીને યુવા વર્ગમાં આ સોંગ ધુમ મચાવી રહ્યું છે.

ગીત આટલુ સફળ થયુ તેને લઈને પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ સાથે પાર્ટી કરી હતી જેના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકાએ તસવીર શેર કરતા કહ્યુ કે જ્યારે પતિ નંબર વન પર હોય તો પત્નીને મર્સિડીઝ કાર ભેટમાં મળે છે. લવ યૂ બેબી. આપને જણાવી દઈએ કે જોનસ બ્રધર્સનો આ વીડિયો બિલબોર્ડ હોટ 100 સોંગના ચાર્ટમાં નંબર 1ની પોઝિશન પર પહોંચી ગયુ છે. તસવીરોમાં પ્રિયંકા નિક જોનસ મળેલી સફળતા બાદ પાર્ટી કરી રહેલા જોઈ શકાય છે.

જોનસ બ્રધર્સની જોડી આ પહેલા 2008માં કમાલ કરી ચુકી છે. જ્યારે તેમનો આલ્બમ ‘બર્નિંગ’ બિલબોર્ડમાં 5માં નંબરે પહોંચી ગયો હતો. જો કે વર્ષ 2013માં જોનસ બ્રધર્સ અલગ થઈ ગયા હતા. હવે 6 વર્ષ બાદ નવું સિંગલ જારી કરવામાં આવ્યુ છે. આ ગીતમાં પ્રિયંકા ચોપડા અને ગેમ ઓફ થોન્સની એકટ્રેસ સોફી ટર્નર પણ નજરે ચડી હતી.

પ્રિયંકા ચોપડા હાલ ભારતમાં આકાશ અંબાણીના લગ્ન માટે આવી હતી. પ્રિયંકાએ આકાશ-શ્લોકાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં જ બોલીવુડની ફિલ્મોમાં નજર આવશે, આ વાતની હિંટ તેની માતા મધુએ આપી હતી. માતા મધુએ જણાવ્યુ કે પ્રિયંકા બોલીવુડને ખુબજ મિસ કરી રહી છે. તે પ્રોજેક્ટ જોઈ રહી છે સારી સ્ક્રીપ્ટ મળતા તે ચોક્કસ કામ કરશે.

પ્રિયંકા ચોપડાએ બોલીવુડના કેટલાક સાથી કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. આ મીટિંગની એક સેલ્ફી પણ પ્રિયંકાએ શેર કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન