nick jonas impress priyanka chopra by dance on aankh maare
  • Home
  • Featured
  • સોશિયલ મીડિયામાં પ્રિયંકા નિકનો આવો વીડિયો ભારે વાયરલ, લોકોએ પૂછ્યું-છોકરાં ક્યારે કરવા?

સોશિયલ મીડિયામાં પ્રિયંકા નિકનો આવો વીડિયો ભારે વાયરલ, લોકોએ પૂછ્યું-છોકરાં ક્યારે કરવા?

 | 10:40 am IST

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા વિદેશમાં રહીને પણ તેના દેશની ખૂબ નજીક છે અને દર વખતે નિક જોનાસ પણ પ્રિયંકાને તેની દેશી સ્ટાઈલ યાદ કરાવતો રહે છે. જો કે, આ વખતે નિક જોનાસે પ્રિયંકા ચોપડાને ‘વેલેન્ટાઇન ડે’ પર ખૂબ જ અલગ રીતે ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કર્યો છે. નિક અને પ્રિયંકાએ ‘આંખ મારે’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. જેનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને નિક જોનાસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા ‘આંખ મારે’ ગીત પર ખૂબ જ મસ્તી સાથે નાચે છે. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના આ વીડિયો પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.

પરંતુ અમુક લોકોએ પ્રિયંકાને ટ્રોલ પણ કરી છે અને એના બાળક પર કોમેન્ટ કરી છે. લોકોએ પ્રિંયકા નિક પાસેથી બાળકની માંગ કરી છે. એક ફેન્સએ કોમેન્ટ કરી કે, તારી પાસેથી હવે બાળક જોઈએ છે. આવું બધું નથી જોઈતું. તો કોઈએ નખરાળી કહીને પણ પ્રિંયકાને ટ્રોલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન