નિકેલોડિયોન સમારંભમાં આલિયાનો સાદગીભર્યો ચમકારો - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • નિકેલોડિયોન સમારંભમાં આલિયાનો સાદગીભર્યો ચમકારો

નિકેલોડિયોન સમારંભમાં આલિયાનો સાદગીભર્યો ચમકારો

 | 1:15 am IST

આલિયા ભટ્ટને નિકેલોડિયોન ચેનલ ઉપર કિડ્સ ચોઈસ એવોર્ડ સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું હતું. આપણે બધા એવી વાતો સાંભળતા રહીએ છીએ કે આલિયા ભટ્ટનો ઉપલો માળ ખાલી છે. એનામાં બુદ્ધિ નથી, પરંતુ ખરેખર એવું બિલકુલ નથી. શો બિઝનેસ વિશે એને બરાબર પાકી ખબર છે અને તેમાં એને પાકી સમજ પણ પડે છે.

લાજવાબ પસંદ

તેને નિકેલોડિયોન સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું અને એ પ્રસંગ માટે તેણે ડ્રેસ પસંદ કર્યો તે જોઈને માત્ર આલિયાના ચાહકો જ નહીં એના ટીકાકારો પણ તેની ઉપર વારી ગયા છે. આલિયાએ નિકેલોડિયોન ચેનલ ઉપર હાજર રહેલા બાળકો સાથે બિલકુલ મેચ થઈ જાય અને છતાં એનું ર્ગોિજયસ સૌંદર્ય જરાય ફિક્કું ન પડે એ રીતે લાલ ચટ્ટક રંગનો ડ્રેસ ડિઝાઈન કરાવ્યો હતો. આલિયાની નજીકના સૂત્રો કહે છે કે આલિયાએ પસંદગીમાં કોઈ જ ભાગ ભજવ્યો નથી. બધો કમાલ એની સ્ટાઈલિસ્ટનો છે.

પ્રોફેશનલ સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ

આલિયા જેવી સેલિબ્રિટીઝને હવે આવા પ્રસંગે કેવો ડ્રેસ પહેરવો કે કેવા વસ્ત્રો પહેરવા એની ચિંતા કરવાની જરા જરૂર રહી નથી. પ્રોફેશનલ સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ હવે સેલિબ્રિટીઝને પ્રસંગ પ્રમાણે એમની પર્સનાલિટી ઉપસી આવે એવા વસ્ત્રો પસંદ કરી આપે છે. આલિયાનો લાલ ડ્રેસ પણ એ રીતે જ ડિઝાઈન થયો છે. સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ અમી પટેલે એ ડ્રેસ તેના માટે પસંદ કર્યો છે. એ ડ્રેસ ગૌરી અને નયનિકાના લેટસ્ટ કલેક્શનમાંથી આ ડ્રેસ પસંદ કરવામાં આવ્યો છે. બાળકોનો પ્રસંગ સાચવવા માટે આલિયાએ આ લાલ ડ્રેસ સાથે કોઈ જ ઝાકઝમાળ કરી નહોતી. તેણે ઓછામાં ઓછો મેક-અપ લગાવ્યો હતો માત્ર ડ્રેસને મેચ થાય એવી લાલચટ્ટક લિપસ્ટિક લગાવી હતી. કોઈ જાતનું ઝવેરાત પહેર્યું નહોતું. ડ્રેસ જ એનું ઘરેણું હતું અને તેની સાથે આલિયા ભલભલાને પાણીપાણી કરી દે એવી સ્માઈલ એથીય મોટું ઘરેણું હતું.