આજથી શરૂ થતી "નિદહાસ ટ્રોફી"માં શું છે "નિદહાસ"નો અર્થ? અહીં જાણો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આજથી શરૂ થતી “નિદહાસ ટ્રોફી”માં શું છે “નિદહાસ”નો અર્થ? અહીં જાણો

આજથી શરૂ થતી “નિદહાસ ટ્રોફી”માં શું છે “નિદહાસ”નો અર્થ? અહીં જાણો

 | 1:17 pm IST

ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણાં સમયથી ક્રિકટનું આયોજન થતું રહે છે. બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો પણ સારા રહ્યા છે. ત્યારે નિદહાસ ટ્રોફી માટે ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને રાજકીય રીતે પણ મહત્વની ગણવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવમાં શું છે નિદહાસ ?

નિદહાસ અને આ ટ્રોફી બંનેનો ઈતિહાસ ખાસ રસપ્રદ છે. શ્રીલંકામાં બોલનારી સિંહલી ભાષામાં નિદહાસને “આઝાદી” માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 1998માં શ્રીલંકાની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા પર આ ટ્રોફીનું પ્રથમ વખત આયોજન થયું હતું. જેમાં ભારત, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ માટે આયોજન થયું હતું. આ સિરીઝમાં ભારત વિજેતા થયું હતું. આ વર્ષે શ્રીલંકા પોતાની આઝાદીની 70મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. જેના માટે આ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીલંકા ક્રિકેટે(એસએલસી) તે કારણથી આ ટુર્નામેન્ટનું નામ નિદહાસ ટ્રોફી રાખ્યું છે. જેના માટે શ્રીલંકા દ્વારા ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને આમંત્રણ આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ભારત શ્રીલંકા સાથે 18 મેચો(ટેસ્ટ, વનડે, ટી-20 સહિત) રમી ચુક્યું છે. પરંતુ એસએલસી સાથે પોતાના સંબંધો જોતાં બીસીસીઆઈએ ફરી એક વખત ટુર્નામેન્ટ માટે ટીમ મોકલવા તૈયારી દર્શાવી છે.