market news nifty ends above 10450 sensex 461 points
  • Home
  • Business
  • નિફ્ટી 10450ની પાર, સેન્સેક્સ 461 અંકના ઉછાળા સાથે શેરબજાર થયું બંધ

નિફ્ટી 10450ની પાર, સેન્સેક્સ 461 અંકના ઉછાળા સાથે શેરબજાર થયું બંધ

 | 4:42 pm IST

શેરબજારમાં આજે તૂફાની તેજીનો દિવસ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1.5 ટકા સુધી મજબૂત થઇ બંધ થયા છે. આજે નિફ્ટી 10,482.4 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સે 34,858.4 થયો હતો. અંતમાં નિફટી 10,450 ની પાર બંધ થવામાં સફળ થયું છે. જ્યારે સેન્સેક્સ 34,750 ની ઉપર બંધ છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકૅપ ઇન્ડેક્સ 4.2 ટકા મજબૂત થઈ 14,280 ની સપાટીએ બંધ રહ્યો છે. નિફટીના મિડકેપ 100 ઇન્ડેક્સ પણ 4.2 ટકાના ઉછાળા સાથે 16,666.5ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 3.4 ટકા વધીને 13, 9 62 ની સપાટીએ બંધ રહ્યો છે.

બીએસઇના 30 શેર્સમાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 461 અંક એટલે કે 1.4 ટકા ની તેજી સાથે 34,761ની સપાટીએ બંધ રહ્યો છે. તે જ સમયે, એનએસઇના 50 શેર્સમાં મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 159 અંક એટલે કે 1.5 ટકા વધીને 10,460ની સપાટીએ બંધ રહ્યો છે.