નિફ્ટી ફેબ્રુઆરી એક્સ્પાયરી હાઈલી વોલેટાઈલ - Sandesh

નિફ્ટી ફેબ્રુઆરી એક્સ્પાયરી હાઈલી વોલેટાઈલ

 | 1:26 am IST

કોલ-પુટ એન્ડ કોલરઃ જનક સલ્લા

ફેબ્રુઆરી એફ.એન.ઓ. એક્સ્પાયરીમાં નિફ્ટી ઈન્ડેક્સ ઓપ્શનની ઈમ્પ્લાઈડ વોલેટિલિટીના નવા શિખર જોવા મળ્યા. બજેટ બાદ ગયા સપ્તાહની શરૂઆતમાં જે અફરાતફરીભરી મંદી અને નિફ્ટી ફ્યૂચરમાં ૮૫૦ પોઈન્ટની મંદી દરમિયાન ઈમ્પ્લાઈડ વોલેટિલી નિફ્ટી ઈન્ડેક્સમાં ૨૦ ટકાની આસપાસ ટ્રેડ થતી જોવા મળી. ઈન્ડેક્સ અને સ્ક્રિપ ઓપ્શનમાં ‘વેન ઓલ ફોલ ડાઉન, ઈન વિલરાઈઝ અપ’ હાલ કરન્ટ ટ્રેન્ડ જોવા મળ્યો છે.

ગયા સપ્તાહમાં ડેરિવેટિવ્સ ટ્રેડરોને ખાસ કરીને શોર્ટ ઈમ્પ્લાઈડ વોલેટિલિટી ધરાવતી પોઝિશનમાં આ એક્સ્પેક્ટેડ વોલેટાઈલ ફ્યૂચરની મૂવમેન્ટનો સામનો કરવો પડયો જે નુકસાનકારક સાબિત થયો. નિફ્ટી ફ્યૂચરમાં ઓલ ટાઈમ હાઈની નિફ્ટીમાં જ્યારે ૭.૭૫ ટકાનું ફ્યૂચરથી કરેક્શન આવ્યું ત્યારે સતત વધઘટ, ઝીકઝેક મૂવમેન્ટને કારણે ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં વધારો થયો. નિફ્ટી ઈન્ડેક્સમાં ફ્યૂચરની મૂવમેન્ટ ૨૦ ટકાની ઈમ્પ્લાઈડ વોલેટિલિટીને સપોર્ટ કરી રહી હતી. મંગળવારના કરેક્શન બાદ ફરી ૨ ટકાની ફ્યૂચરમાં રિકવરી અને શુક્રવારે ફરી ૧૫૦ પોઈન્ટનું કરેક્શન, આમ ફ્યૂચરમાં ૪૦થી ૫૦ પોઈન્ટની મૂવમેન્ટ નિફ્ટી ઓપ્શનમાં ૧૬ ટકા.ની ઈમ્પ્લાઈડ વોલેટિલિટીને સપોર્ટ કરનારી હોવાથી ફોલિંગ ટ્રેન્ડમાં ઓપ્શન પ્રીમિયમનો વધારો જોવા મળ્યો. ફેબ્રુઆરી એક્સ્પાયરી, ગ્રીક કેલ્ક્યૂલેશનમાં ઈમ્પ્લાઈડ વોલિટિલિટી ઓપ્શન વેગા વેલ્યૂ ૮ રૂ. એવરેજ એટ-ધી-મની ટ્રેડ થઈ રહી છે. તેથી ઈમ્પ્લાઈડ વોલેટિલિટીમાં ૧ ટકાની વધઘટ પ્રીમિયમમાં ૮ રૂ.ની વધઘટ કરે છે જે ઈન્ડેક્સ ઓપ્શનમાં બહુ મોટી વધઘટ છે. શુક્રવાર માર્કેટ બંધ થતાં સુધી ફ્યૂચરમાં મૂવમેન્ટ સારી રહી. હાલ નિફ્ટી ફેબ્રુઆરી ફ્યૂચર ૧૦,૪૮૫ પર બંધ આપી હતી. કરેક્શન થતાં માર્કેટમાં પુટ ઓપ્શનની ૧૦,૦૦૦ની સ્ટ્રાઈક પર ૫૭.૫૮ લાખ સાથે બંધ આપ્યું. આ સ્ટ્રાઈક પર ૩૭.૨૫ રૂ.ના પ્રીમિયમ પર ૨૫.૦૩ ટકા ઈમ્પ્લાઈડ વોલેટિલિટી બંધ આપી છે. આજે પણ ખૂલતા માર્કેટમાં ઈમ્પ્લાઈડ વોલેટિલિટી આ જ લેવલ પર ખૂલતી જોવા મળશે. જ્યારે કે સપ્તાહ દરમિયાન નીચેમાં ૧૩ ટકા તો ઉપરમાં ૧૯ ટકાના લેવલ જઈ શકે છે. નિફ્ટી પુટ કોલ રેશિયો ૦.૮૭ તો ઈન્ડિયા વિક્સ ઈન્ડેક્સ ૧૯.૨૩ ટકા બંધ આપી જેમાં ૮%નો વધારો નોંધાયો છે.