nigeria man climbed to the fan of the plane viral viddeo
  • Home
  • Videos
  • Featured Videos
  • એક લખણ ખોટો માણસ ઠેકડો મારીને વિમાનના પંખા પર ચડી ગયો, VIDEOમાં જુઓ કેવા ગાંડા કાઢ્યાં

એક લખણ ખોટો માણસ ઠેકડો મારીને વિમાનના પંખા પર ચડી ગયો, VIDEOમાં જુઓ કેવા ગાંડા કાઢ્યાં

 | 11:39 am IST

નાઈઝીરિયાનાં લાગોસ શહેરમાં એરપોર્ટ પર ટેકઓફ કરવી વખતે એક વિમાનનાં પંખા પર એક વ્યક્તિ ચઢી ગયો. અધિકારીએ જેવી જ સુચનાં આપી કે બધા યાત્રીઓ તો હેરાન પરેશાન થઈ ગયો. મુર્તલા મોહમ્મદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અજમાન એયરે એક બયાનમાં કહ્યું કે, એક અજ્ઞાત વ્યક્તિને રન વે પર વિમાન તરફ આવતા જોયો એટલે પાયલોટે એન્જિન થોડું ઓછું કરી નાખ્યું અને જ્યારે તે ઉભો ન રહ્યો તો પછી એન્જિન બંધ જ કરી દીધું.

એયર લાઈને આગળ કહ્યું કે ત્યારબાદ એ વ્યક્તિ છલાંગ મારીને પંખા પર ચઢી ગયો અને ત્યાંથી કેબિનમાં આવવાની કોશિસ પણ કરી. પાયલોટે તરત આ વાતની સૂચનાં રેડિયો પર આપી દીધી. ત્યારબાદ અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી અને હાલમાં તેની પુછપરછ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન