વડોદરાઃ છ કરોડના હેરોઇન સાથે નાઇઝેરિયન ઝડપાયો, લોટની અંદર છુપાવ્યું હતું - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાઃ છ કરોડના હેરોઇન સાથે નાઇઝેરિયન ઝડપાયો, લોટની અંદર છુપાવ્યું હતું

વડોદરાઃ છ કરોડના હેરોઇન સાથે નાઇઝેરિયન ઝડપાયો, લોટની અંદર છુપાવ્યું હતું

 | 9:10 pm IST

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ વડોદરા રેલવે સ્ટેશનેથી એક નાઇઝેરિયન નાગરિકની ધરપકડ કરીને તેની પાસેથી આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતુ રૃા.૬ કરોડનુ હેરોઇન જપ્ત કર્યુ છે. જપ્ત કરવામા આવેલુ હેરોઇન ગુજરાતમાં વેચાણ કરવા માટે લાવ્યો હતો.

એનસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે, એક નાઇઝેરિયન નાગરિક મામદુબયુઝ નોનસો ઉ.વ.૩૮ મુબઇ રાજધાની ટ્રેનમાં આવી રહ્યો છે તેવી માહિતી મળી હતી જેના આધારે તેના વડોદરા રેલવે સ્ટેશને આંતરીને પકડી લેવામા આવ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં તેની પાસેથી એક બેગમાંથી પિસ્તા કેનની અંદર ટેબલેટ સ્વરૃપમાં છુપાયેલુ હેરોઇન મળી આવ્યુ હતુ.

વધુ તપાસ કરતા ચોખાના લોટના પેકેટમાંથી હેરોઇન મળ્યુ હતુ. અંદાજે ૧.૨૧૦ કિલોગ્રામ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિમંત રૃા.૬ કરોડ થવા જાય છે. એનસીબીએ તેનો પાસપોર્ટ જપ્ત કરીને તપાસ ચાલુ રાખી છે. મુબઇથી તેણે ડ્ગ્સ માફિયા પાસેથી હેરોઇનની ડિલીવરી લીધી હતી અને ગુજરાતમાં લોકલ ડ્રગ્સ માફિયાઓને વેચવાનુ હતુ. યુવા વર્ગને નશો કરવા માટે સિન્થેટીક ડ્રગ્સ તરીકે ગુજરાતમાં હેરોઇનનુ વેચાણ કરવામા આવે છે. દિલ્હી અને મુબઇ બાદ અમદાવાદમાં પણ હેરોઇનનો સપ્લાય વધ્યો હોવાથી એનસીબી એલર્ટ થઇ ગઇ હતી.

નાઇઝેરિયન નાગરિકો અમદાવાદ સિવિલમાં ઓપરેશન કરાવવાના બહાને આવતા હોય છે અને તેમની શંકપદ હિલચાલ પર એરપોર્ટ કસ્ટમના અધિકારીઓ પણ નજર રાખતા હોય છે. નાઇઝેરિયન નાગરિકો શરીરના ગુપ્તભાગોમાં ડ્રગ્સ છુપાવીને હવાઇ મુસાફરી કરી શકે તેવી ટ્રેનીંગ પામેલા હોય છે અને હવાઇ મુસાફરી દરમ્યાન પાણી કે ફુડ પણ લેતા નથી.