nigerian man climbs on tree and sings amitabh bachchan song
  • Home
  • Featured
  • ક્યા બાત-ક્યા બાત! વિદેશના શખ્સે ગાયેલું ‘રોતે રોતે હંસના શીખો’ જોઈ ઈન્ટરનેટ ફિદા થઈ ગયું

ક્યા બાત-ક્યા બાત! વિદેશના શખ્સે ગાયેલું ‘રોતે રોતે હંસના શીખો’ જોઈ ઈન્ટરનેટ ફિદા થઈ ગયું

 | 3:27 pm IST

રોતે રોતે હંસના શીખો, હંસતે હંસતે રોના, જીતની ચાવી ભરી રામ ને, અરે ઉતના ચલે ખિલોના. 90ના દશકાનું આ ગીત ખૂબ ચર્ચામાં રહ્યું હતું. માતા પિતા જ્યારે રડતાં બાળકને શાંત કરે ત્યારે આ ગીત ગાતા જોવા મળે છે. પરંતુ આ ગીત આજે પણ એટલું જ હિટ છે. ગીતના શબ્દો પણ એટલી જ સીખ આપે છે. એક બંદાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. એણે એટલા ખુશ-મીજાજથી ગીત ગાયું કે લોકોએ કહ્યું-આનાથી વધારે સુંદર શું હોય. લોકોએ આ વીડિયોને ખુબ વખાણ્યો છે.

આ વીડિયો સુશાંતા નંદાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાંની સાથે જ લાખો લોકોએ જોઈ નાંખ્યો. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવ્યો છે અને હાલમાં લોકો આ કળાને વધાવી રહ્યા છે. કુદરતી વાતાવારણ અને એ શખ્સની મોજ કરવાની રીત હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન