પિતાને BMW સાથે એવી શ્રદ્ધાંજલિ આપી કે આખી દુનિયા ચોંકી ગઈ !!! - Sandesh
  • Home
  • Featured
  • પિતાને BMW સાથે એવી શ્રદ્ધાંજલિ આપી કે આખી દુનિયા ચોંકી ગઈ !!!

પિતાને BMW સાથે એવી શ્રદ્ધાંજલિ આપી કે આખી દુનિયા ચોંકી ગઈ !!!

 | 12:57 pm IST

દરેક પુત્ર પોતાના પિતાની ખુશી માટે કોઈને કોઈ પગલાં ભરતાં હોય છે. પરંતુ નાઈજીરિયામાં એક વ્યક્તિએ પોતાના પિતાની લાશને લક્ઝરી કારમાં મૂકીને દફનાવી દીધી. BWM કાર સાથે કરવામાં આવેલી લાશની દફનવિધિની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના નાઈજીરિયાના અનબારા રાજ્યના એક પરિવારની તસવીર છે.

આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો અને પિતાને મૃત્યુ બાદ તે એક યાદગાર શ્રદ્ધાંજલિ આપવા માગતો હતો. એટલે તેણે પિતાના અવસાન બાદ આશરે 3 કરોડ 20 લાખ રૂપિયાની BMW કાર ખરીદી અને કારમાં પિતાની લાશ મૂકી તેને દફનાવી દીધી.

અઝુબુકી નામના આ વ્યક્તિ દ્વારા પિતાને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સાથે-સાથે યૂઝર્સ અને નાઈજિરિયાના સ્થાનિક લોકો તેના આ નિર્ણયની ખૂબ નિંદા કરી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, અબુજુકી ખૂબ ધનિક વ્યક્તિ છે અને તે પિતાને યાદગાર રીતે વિદાય આપવા માગતો હતો.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો આને પૈસાની બરબાદી કહી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, જો અબુજુકી એટલો ધનિક છે તો તેણે આ પૈસાથી પિતાના ગામનો વિકાસ કરવો જોઈતો હતો. તો કેટલાક લોકોએ આને ફિલ્મી સીન કહીને વખોડી કાઢ્યો છે.