ગુજરાતના શહેરોમાં આ તારીખથી રાત્રિ કરફ્યૂ હટાવાય તેવી શક્યતા, માસ્કનો દંડ ઘટાડવો જોઈએ એવો IAS-IPSની ભલામણ?

કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવાથી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી રાજકીય ગતિવિધિ વધારવા માટે ૧લી ફેબ્રુઆરીથી અમદાવાદ સહિતના જે મોટા શહેરોમા કરફ્યૂ નાખવામાં આવ્યો છે તેને હટાવી શકાય છે. જો કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં નહીં આવે તો પણ કરફ્યૂના સમયમાં વધારે છૂટછાટો અપાઈ શકાય છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. મોટા ભાગની હોસ્પિટલોના બેડ પણ ખાલી થઈ ગયા છે. એક્ટિવ કેસની સંખ્યા અગાઉના સમય કરતા નહીવત થઈ છે. એક તબક્કે રાજ્યભરમાં કોરોનાના રોજના ૧૫૦૦ અને અમદાવાદમા ૪૦૦ જેટલા કેસ નોંધાતા હોવાથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રીનો કરફ્યૂ નખાયો હતો.
હવે કેસોની સંખ્યામાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાથી ધો.૧૦ અને ૧૨ના વિધાર્થીઓ માટેની સ્કુલો શરૂ થઈ છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. જેને પગલે હવે મહાનગરોમા નાખવામાં આવેલો કરફ્યૂ ૧લી ફેબ્રુઆરીથી ઉઠાવી લેવાનો નિર્ણય કરી શકાય છે. જો કરફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવાશે નહી તો પણ કરફ્યૂના સમયમાં વધુ છૂટછાટ અપાશે. જેથી રાત્રીના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય. તેમજ રાત્રીના સમયે પોલીસની હેરાનગતિ બંધ થતા તેની સારી અસર ચૂંટણી પર થાય. ઉપરાંત અન્ય પણ કેટલીક બાબતોમાં ચૂંટણીલક્ષી છૂટછાટો આપી શકાય છે.
માસ્કનો દંડ ઘટાડવો જોઈએ એવો IAS–IPSની ભલામણ ?
છેલ્લા બે મહિનાથી કોરોનાના કેસોની સંખ્યામાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે માસ્ક નહીં પહેરનારા નાગરિકો પાસેથી દંડ લેવાની સંખ્યામાં વધારો થયો છે. એક હજાર રૂપિયાનો દંડ ભરીને લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.પોલીસ દ્વારા લોકો પર તો અમુક કિસ્સામાં પોલીસ ઉપર પણ હુમલાની ઘટના શરૂ થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસર થઈ શકે છે,એ પ્રકારનો રિપોર્ટ સરકારને મળ્યો છે. ઉપરાંત કેટલાક IAS-IPS અધિકારીઓ પણ એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે હવે માસ્કના દંડની રકમ ઘટાડીને માત્ર ૧૦૦થી ૨૦૦ રૂપિયા કરવી જોઈએ. આ સંદર્ભમાં સરકારને ભલામણ કરાઈ હોવાની પણ ચર્ચા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન