Nike's Support For Colin Kaepernick Protest Some Destroying Shoes
  • Home
  • Featured
  • અમેરિકામાં બધા કેમ અચાનક નાઇકીના જૂતાને ચાંપી રહ્યાં છે આગ?

અમેરિકામાં બધા કેમ અચાનક નાઇકીના જૂતાને ચાંપી રહ્યાં છે આગ?

 | 3:27 pm IST

રમત-ગમત સાથે જોડાયેલ સામાન બનાવતી પ્રખ્યાત કંપની નાઇકીનો અમેરિકામાં અને સોશિયલ મીડિયા પર જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીએ જાતિવાદના વિરૂદ્ધ રાષ્ટ્રગીત સમયે ઘૂંટણિયે બેસનાર ફૂટબોલર કૉલિન કેપરનિકને પોતાના બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યા છે. તેના વિરોધમાં લોકો નાઇકીની પ્રોડક્ટ બાળી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર તસવીરો દ્વારા તેનો વિરોધ વ્યકત કરી રહ્યાં છે.

આપને જણાવી દઇએ અમેરિકામાં આફ્રિકન-અમેરિકન મૂળના લોકો પર થનાર જાતિભેદ થનાર પોલીસ હુમલાની વિરૂદ્ધ કેપરનિકે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 2016મા કેપરનિક એક ટુર્નામેન્ટ દરમ્યાન વિરોધમાં રાષ્ટ્રગીતના સમયે ઉભો થયો નહોતો અને ઘૂંટણિયે બેઠો હતો. એ સમયે કેટલાંક ખેલાડીઓએ તેમનું સમર્થન કર્યું હતું તો કેટલાંક લોકોએ વિરોધ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેના વ્યવહારને યોગ્ય ગણાવ્યો હતો.

નાઇકીએ કૉલિન કેપરનિકની સાથે કરાર કર્યો છે અને તેની ટેગલાઇન એકદમ જબરદસ્ત છે. નાઇકી એ ટેગલાઇન કર્યું છે, ‘જે વસ્તુમાં તમે વિશ્વાસ કરો છો તેના પર તમે વિશ્વાસ યથાવત રાખ્યો, ભલે તેના માટે ઘણું બધું ત્યાગ કરવાની પણ જરૂર પડે. જો કે નાઇકીના આ એડ કેમ્પેનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ ખરાબ નિર્ણય ગણાવ્યો.’

કેમ્પેઇનની ટેગલાઇન ખૂબ જ દમદાર છે
ટ્રમ્પે આ નિર્ણય પર કહ્યું, ‘હું કહેવા માંગું છું કે હું આ કેમ્પેનને આ રીતે ના કરતો. બીજી રીતે એમ પણ કહી શકું છું કે આ દેશ કંઇક આ રીતે જ છે કે તમારી પાસે અભિવ્યક્તિની આઝાદી છે અને તમે તેનું કામ પણ કરી શકો છો જે કદાચ બીજા કોઇને બરાબર ના પણ લાગ્યું હોય.’