આ યુવતીના વાળ જોઈને તમને ઈર્ષા થઈ આવશે, Video - Sandesh
  • Home
  • Videos
  • આ યુવતીના વાળ જોઈને તમને ઈર્ષા થઈ આવશે, Video

આ યુવતીના વાળ જોઈને તમને ઈર્ષા થઈ આવશે, Video

 | 9:11 pm IST

લાંબા વાળ કરવા માટે સ્ત્રીઓ અનેક ઉપચારો કરતી હોય છે અને જો બે ત્રણ ફુટ લાંબા વાળ વધી જાય તો પોતાને ભાગ્યશાળી માનતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની નિલાન્સી પટેલના વાળ પોણા 6 ફૂટ લાંબા છે. માત્ર 15 વર્ષની નિલાંશી લાંબા વાળ હોવા છતાં રોજની તમામ એક્ટિવિટીઝ આસાનીથી કરી લે છે. લાંબા વાળ માટે તેણે લિમ્કા બુક ઓફ ઇન્ડિયા અને બેસ્ટ ઇન્ડિયામાં પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાનકડા સાયરા ગામમાં બ્રિજેશ પટેલ અને કામિની પટેલ નામના શિક્ષક દંપતીની દીકરી નિલાંશીને પહેલેથી જ લાંબા વાળનો શોખ હતો. 6 ફુટ લાંબા વાળ માટે પરિવારે કોઈ આયુર્વેદિક કે અન્ય કોઈ ઉપચાર કર્યો નથી. કુદરતી રીતે જ તેના વાળ વધ્યા છે.

માત્ર 15 વર્ષની ઉંમરમાં 6 ફુટ લાંબા વાળ હોવા એ એક કુદરતની આપેલી અનોખી ભેટ માને છે. દરેક પ્રવૃત્તિઓમાં એક્ટિવ એવી નિલાંશી અભ્યાસની સાથે સાથે ટેબલ ટેનિસ, સ્વીમીંગ, ચેસ, સ્કેટિંગ, કરાટે તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં પણ એટલી જ હોશિયાર છે.