નિમો સ્કેમથી ખરડાયેલા ડાયમંડ માર્કેટને હોંગકોંગ ફેરથી સુધારાની આશા - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • નિમો સ્કેમથી ખરડાયેલા ડાયમંડ માર્કેટને હોંગકોંગ ફેરથી સુધારાની આશા

નિમો સ્કેમથી ખરડાયેલા ડાયમંડ માર્કેટને હોંગકોંગ ફેરથી સુધારાની આશા

 | 12:10 am IST

બિઝનેસ ટ્રેન્ડ :- રિદ્ધીશ સુખડિયા

ભારતીય બેંકોને હજારો કરોડનો ચૂનો ચોપડનારો નિમો (નીરવ મોદી) સ્કેમ બાદ ભારતીય જેમ- જવેલરી ઇન્ડસ્ટ્રી જાણે ડાર્ક ઝોનમાં આવી ગઇ છે. જેમ -જવેલરી કંપનીઓેને આગામી દિવસોમાં સરળતાથી ફાયનાન્સ ઉપ્લબ્ધ નહિ થવાનો ડર સતાવી રહ્યો છે. જો કે, જાણીતી કહેવત ‘નેવર ગીવ અપ એન્ડ બી કોન્ફિડન્ટ ઇન વોટ યુ ડુ.’ને ફોલો કરી ભારતીય જેમ- જવેલરી ઇન્ડસ્ટ્રીએ ૨૭ ફેબ્રુઆરીથી હોંગકોંગમાં શરૂ થયેલા હોંગકોંગ ઇન્ટરનેશનલ ડાયમંડ, જેમ એન્ડ પર્લ શૉ તથા હોંગકોંગ ઇન્ટરનેશનલ જવેલરી શૉ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ શૉ થકી ભારતીય ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સુધારાનો સ્પર્શ મળવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે.

ભારતીય ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે અમેરિકા બાદ ચાઇના અને હોંગકોંગ માર્કેટ મોટા બજાર તરીકે ઊભરી આવ્યા છે. હોંગકોંગમાં યોજાતા જેમ -જવેલરી ફેર અને તેને મળતી સફળતાની સીધી અસર ભારતીય માર્કેટ પર જોવા મળે છે. ભારતની દ્રષ્ટિએ હોંગકોંગને મૂલવીએ તો, ગતવર્ષે હોંગકોંગ માર્કેટ દ્વારા ભારતીય બજારમાથી ૧૦.૯૩ બિલિયન ડોલરની કિંમતની જેમ-જવેલરીની આયાત કરાઇ હતી. જેમા ૮ બિલિયન ડોલરની કિંમતના પોલિશ્ડ ડાયમંડ, ૭૮૨.૧૩ મિલિયન ડોલરની ગોલ્ડ જવેલરી તથા ૧૬૦.૨૩ મિલિયન ડોલરની કિંમતના કલર્ડ જેમ સ્ટોનનો સમાવેશ થતો હતો. ચાલુ વર્ષે ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલા હોંગકોંગ જેમ શોમાં જીજેઇપીસીના નેજા હેઠળના ઇન્ડિયા પેવેલિયનમાં ભારતમાથી ૫૦ જેટલી કંપનીઓએ ભાગ લઇ લૂઝ ડાયમંડસ, પર્લ, કલર્ડ જેમસ્ટોન સહિતના ઉત્પાદનો રજૂ કર્યા છે. જ્યારે, ૩ માર્ચને શનિવારથી શરૂ થયેલા હોંગકોંગ ઇન્ટરનેશનલ જ્વેલરી શો માં ૩૩ કંપનીઓએ ભાગ લીધો છે. ગતવર્ષે હોંગકોંગના આ શોમાં ૫૦ દેશમાંથી ૪,૪૮૦ સાહસિકોએ ભાગ લીઘો હતો, જ્યારે વિશ્વભરના ૮૫,૦૦૦ જેટલા બાયર્સે મુલાકાત લીધી હતી. ત્યારબાદ હોંગકોંગથી થયેલા એક્સપોર્ટમાં ૧૪ ટકા જેટલો ઉછાળો રહ્યો હતો. ચાલુ વર્ષે હાલમાં જ પૂરા થયેલા ચાઇનીઝ ન્યૂ યર બાદ પ્રારંભિક દિવસોમાં વિઝિટર્સની એન્ટ્રી એકંદરે ઓછી રહી હતી. ઘણાં ચાઇનીઝ બાયર્સ વેકેશન મૂડમાં હોઈ પ્રારંભ સ્લો રહ્યો હતો.

જો કે, વીક એન્ડમાં સારો રિસ્પોન્સ મળવાનો આશાવાદ વ્યકત કરાયો હતો. ભારતીય જેમ- જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ધ્રૂજાવી નાંખનાર નિમો સ્કેમ તથા મેહુલ ચોકસીના કૌંભાડો બાદ સ્થાનિક બજારમાં ટ્રેડિંગ કામકાજો ધીમા પડયા છે. જેની સીધી અસરે ફેબ્રુઆરીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના ભાવ પણ થોડા દબાયા છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક ઇન્ડસ્ટ્રીએ ફરી સ્વસ્થતા હાંસલ કરવા હોંગકોંગ- ચાઈના અને યુએસ માર્કેટ પર ફોક્સ કર્યુ છે. સ્થાનિક સ્તરે ડાયમંડ પ્રોડકશનમાં વધારો કરાયો છે. જેની સીધી અસરે રફ ડાયમંડની ડિમાન્ડમાં વધારો થયો છે. દરમિયાન ડિબિયર્સની ફેબ્રુઆરીસાઇટમાં રફ ટ્રેડિંગમાં સ્થિરતા જળવાઇ રહી હતી. જો કે, રફ ભાવમાં અગાઉના પ્રીમિયમ જળવાઇ રહ્યા હતા. જેમા ખાસ કોઇ વધારો નોંધાયો નહોતો. હોંગકોંગ શૉ ની અસરે પોલિશ્ડ ડાયમંડમાં સુધારો નોંધાવાની અને ભાવને ટેકો મળવાનો આશાવાદ વ્યકત કરવામાં આવી રહ્યો છે. ભારતીય માર્કેટની સમાંતર અમેરિકી માર્કેટમાં કોમર્શિયલ ક્વોલીટી ડાયમંડ, મીડિયમ પ્રાઇસ ફેન્સિસ (૧ કેરેટથી નાના)ની માગમાં સુધારો રહ્યો છે. જ્યારે ફાર ઇસ્ટ માર્કેટમાં પણ ડિમાન્ડ જોવાઇ છે. ઇઝરાઇલ, એન્ટવર્પ સહિતના બજારોએ પણ હોંગકોંગ શો પર નજર કેન્દ્રિત કરી છે.

;