Nine Other Countries Also Celebrates Holi a Festival Of Colors
  • Home
  • Featured
  • Photos: ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વનાં 9 દેશોમાં પણ મનાવવામાં આવે છે ‘રંગોનો તહેવાર’

Photos: ફક્ત ભારતમાં જ નહીં, વિશ્વનાં 9 દેશોમાં પણ મનાવવામાં આવે છે ‘રંગોનો તહેવાર’

 | 6:19 pm IST

પ્રેમ અને ઉલ્લાસનો તહેવાર હોળી સામે જ છે. જણાવી દઇએ કે આ વર્ષે 20-21 માર્ચનાં રોજ હોળી મનાવવામાં આવશે. પરસ્પરનાં મનભેદ અને દ્વેષને ભૂલીને એક-બીજાનાં ગળે લાગવાનાં આ તહેવારને દરેક ભારતીય ઉત્સાહપૂર્વક મનાવે છે. પરંતુ જો તમે એવું વિચારો છે કે રંગોથી ભરેલો આ તહેવાર ફક્ત ભારતમાં જ મનાવવામાં આવે છે તો તમે ખોટા છે. દુનિયામાં એવા ઘણા તહેવાર છે જે હોળીની માફક જ મનાવવામાં આવે છે. રંગોનાં તહેવાર અન્ય દેશોમાં પણ મનાવવામાં આવે છે.

આફ્રિકાનો ‘ઓમેના બોંગા’ તહેવાર

આફ્રિકાનાં કેટલાક દેશોમાં ‘ઓમેના બોંગા’ નામનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર બિલકુલ હોલિકા દહનની માફક મનાવવામાં આવે છે. આ દિવસે એક જંગલી દેવતાને બાળવામાં આવે છે. આ દેવતાને ‘પ્રિન બોંગા’ કહેવામાં આવે છે. આને જોઇને લોકો નાચે-ગાય છે અને નવાં પાકનાં સ્વાગતમાં ખુશીઓ મનાવે છે.

શ્રીલંકાની હોળી

શ્રીલંકામાં હોળીનો તહેવાર ભારતની જેમ જ મનાવવામાં આવે છે. અહીંનાં લોકો ઘણા પ્રકારનાં રંગ-ગુલાલ એક-બીજા પર છાંટીને આ તહેવારને મનાવે છે.

ચેકોસ્લોવાકિયામાં ‘બલિયા કનૌસે’ તહેવાર

ચેકોસ્લોવાકિયામાં ‘બલિયા કનૌસે’ નામથી એક તહેવાર અદ્દલ હોળીની માફક ઉજવવામાં આવે છે. આ તહેવાર પર લોકો એક-બીજા પર રંગ નાખે છે અને નાચે-ગાએ છે.

‘હોલી ગાર્ડેન ફેસ્ટિવલ’

સ્પેનનાં ઇબિજામાં હોળીથી પ્રેરિત થઇને ‘હોલી ગાર્ડેન ફેસ્ટિવલ’ મનાવવામાં આવે છે.

હોલી વન

કેપટાઉનમાં હોળીથી પ્રેરાઇને એક પર્વ ‘હોલી વન’ નામથી ઉજવવામાં આવે છે.

પૉલેન્ડનો ‘અર્સીના’ તહેવાર

પૉલેન્ડમાં હોળીની જેમ ‘અર્સીના’ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર પર લોકો એક-બીજા પર રંગ છાંટે છે અને જુની દુશ્મની ભૂલીને એક-બીજાને ગળે લગાવે છે.

કલરજામ

ટેક્સસમાં ‘કલરજામ’ નામથી એક પર્વ ઉજવવામાં આવે છે. લોકો આ દિવસે નાચ છે અને ગાએ છે. આ તહેવાર બિલ્કુલ ભારતની હોળી જેવો હોય છે.

ફેસ્ટિવલ ઑફ કલર

હોળી જેવો આ તહેવાર હિપ્પિયોની માટે જન્નતથી ઓછો નથી હોતો. ફેસ્ટિવલ ઑફ કલરનાં નામથી મનાવવામાં આવતા આ તહેવારમાં લોકો ઘણા જ નાચે છે અને ગાએ છે.

લાઇફ ઇન કલર

એક વખત ફ્લૉરિડાની એક કૉલેજમાં એક કલર પાર્ટી મનાવવામાં આવી, ત્યારબાદ ‘લાઇફ ઇન કલર’ નામથી કલર પાર્ટી મનાવવાનું ચલણ સમગ્ર વિશ્વમાં ચાલ્યું. ઉલ્લેખનીય છે કે કલર પાર્ટી હોળીથી પ્રેરિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન