સુરતની 9 વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઉંચું શિખર - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતની 9 વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઉંચું શિખર

સુરતની 9 વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઉંચું શિખર

 | 1:52 pm IST

સુરતની નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉંમરમાં રશિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલબ્રુસ સર કરી લીધું છે. યુરોપનું 18510 ફૂટ ઊંચું માઉન્ટ એલબ્રુસ શિખર ધનશ્રીએ તેની માતા સારિકા, 13 વર્ષના ભાઇ જનમ અને પપ્પા જીજ્ઞેશભાઇ સાથે સર કર્યું. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી ધનશ્રી 18મી જૂનના રોજ રશિયાનો માઉન્ટ એલબ્રુસ સર કરનારી સૌથી નાની વ્યક્તિ બની ગઇ છે.

ધનશ્રીની માતા બાઇકર્સ ડૉ,સારિકા મહેતાનું કહેવું છે કે એક સમયે ભારે તોફાનના લીધે અમે પાછા જવાનો નિર્ણય લીધો હતો. અમે બાળકો માટે ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ બાળકો મક્કમ હતા. તેમણે કહ્યું કે જ્યારે અમે ત્રણ ચતુર્થાંશ પર્વત તો સર કરી લીધો છે તો હવે ટોચ પણ સર કરી લઇએ.

પોતાની નવ વર્ષની દીકરીને યુરોપનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એલબ્રુસ સર કરીને પાછી આવતા જોઇને માતા પોતાના ખુશીના આંસુ રોકી શકતી નથી. માતાએ દીકરીને બાથમાં લઇને કહ્યું કે તેં કરી બતાવ્યું, તું બહું બહાદુર છોકરી છે. નીચે દર્શાવેલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે મા-દીકરી હરખના આંસુ રોકી શકતા નથી.

ધનશ્રીના પરિવારના ચારેય લોકો માટે છેલ્લો દિવસ ખૂબ જ અઘરો હતો કારણ કે તેને ટોચ પર પહોંચતા 11 કલાક લાગ્યા અને દરેકે 10થી 12 કિલો વજન ઊંચકવું પડતું હતું. ધનશ્રી અને જનમનો ઉત્સાહ વધારવામાં બીજા પવર્તારોહણોએ પણ મદદ કરી. આખા વિશ્વમાંથી અહીં હાઇકિંગ માટે આવતા લોકોએ આ બંને નાના બાળકોને જોઇને ખૂબ જ નવાઇ પામી ગયા હતા.

ધનશ્રીનું કહેવું છે કે મારી માતા એ કયારેય માઉન્ટ એવરેસ્ટ સર કર્યો નથી, હું ત્યાં જવા માંગું છું. અમે એક વાર ફરીથી પરિવાર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન