nine-years-in-prison-for-sexual-assault-inside-plane indian-techie-sentenced
  • Home
  • Featured
  • ઉડતા પ્લેનમાં સૂતી મહિલા સાથે ભારતીય નાગરિકે માણ્યું સેક્સ, પછી જે થયું તે…

ઉડતા પ્લેનમાં સૂતી મહિલા સાથે ભારતીય નાગરિકે માણ્યું સેક્સ, પછી જે થયું તે…

 | 4:01 pm IST

વિમાનની અંદર મહિલા મુસાફરનું યૌન શોષણના આરોપમાં દોષિત ઠેરવાયેલા ભારતીયને 9 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તમિલનાડુના રહેવાસી ભારતીય નાગરિક વિરુદ્ધ ગુરુવારે કોર્ટમાં નિર્ણય આપવામાં આવ્યો હતો. એચ-1બી વિઝા પર 2015માં અમેરિકા આવેલા પ્રભુ રામમૂર્તિની સજા પુરી થયા બાદ ભારત પાછો મોકલી દેવામાં આવશે.

ડેટ્રૉયડની સંઘીય કોર્ટે કહ્યું કે, અમે ભારતીય નાગરિકને 9 વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી છે. જજ ટેરેન્સ બર્જે આશા સેવી છે કે તેનાથી અન્ય લોકો આવો ગુનો કરતા ખચકાટ અનુભવે તેના માટે અમે આકરી સજા સંભળાવી છે. જો કે, સંઘીય અભિયોજકોએ આ ધુણિત કામ માટે રામમૂર્તિને 11 વર્ષની સખ્ત કેદની સજા આપવાની માંગ કરી હતી.

સુનાવણીમાં રજૂ કરાયેલા પુરાવાના મતે, આ વર્ષે 3 જાન્યુઆરીએ રામમૂર્તિ પ્લેનમાં એક મહિલાની સાથે સેક્સ માણી રહ્યો હતો, તે સમયે મહિલા ઉંઘી રહી હતી. ફ્લાઇટ લૉસ વેગાસથી ડેટ્રૉયડ જઇ રહી હતી.

સજાની જાહેરાત થયા બાદ અમેરિકી એટર્ની મેથ્યૂ શિંડરે કહ્યું કે, વિમાનોમાં મુસાફરી કરતી વખતે તમામ લોકોને સુરક્ષિત રહેવાનો અધિકાર છે. અમે કોઇનો પણ આવો અભદ્ર વ્યવહારને સહન નહીં કરીએ, જે કમજોર અવસ્થાવાળા પીડિતોને ફાયદો ઉઠાવે. અમે આ કેસને લઇને આગળ આવેલી પીડિતાના સાહસની પ્રશંસા કરીએ છીએ. રામમૂર્તિને આ કેસમાં ઓગસ્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.