ચીનમાં ઘરની અંદર વિસ્ફોટ થતાં નવના મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનમાં ઘરની અંદર વિસ્ફોટ થતાં નવના મોત

ચીનમાં ઘરની અંદર વિસ્ફોટ થતાં નવના મોત

 | 7:06 pm IST
  • Share

ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના એક ઘરમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા નવ જણાંના મોત થયા છે. આ ઘટનામાં અન્ય છ વ્યક્તિને ઈજા થઈ છે. વિસ્ફોટ લિનફેન શહેરના ફૂસાન કાઉન્ટીમાં નાન્હુઆન વેસ્ટ રોડ ખાતેના ઘરમાં થયો છે.

વિસ્ફોટ પછી ઘરમાં 10 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતાં. ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રીના સંગ્રહને કારણે વિસ્ફોટ થયો હોવાનું મનાય છે. સરકારી એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે પોલીસે નવ મૃતદેહ શોધી કાઢ્યા છે, જ્યારે એક વ્યક્તિને જીવીત બચાવી લેવામાં આવી છે.

ઘટના સ્થળે ઉપસ્થિત નવ જણાને નજીવી ઈજા થઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન