PNB કૌભાંડ: નીરવ મોદીને લઇ બ્રિટિશના અખબારે કર્યો સનસનીખેજ દાવો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PNB કૌભાંડ: નીરવ મોદીને લઇ બ્રિટિશના અખબારે કર્યો સનસનીખેજ દાવો

PNB કૌભાંડ: નીરવ મોદીને લઇ બ્રિટિશના અખબારે કર્યો સનસનીખેજ દાવો

 | 8:30 am IST

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી અને હીરાના બિઝનેસમેન નીરવ મોદીએ બ્રિટનમાં રાજકીય શરણું લેવા માંગે છે, એવો દાવો બ્રિટનના એક પ્રતિષ્ઠિત અબારના રિપોર્ટમાં કરાયો છે. અખબારના મતે ભારત અને બ્રિટનના
અધિકારીઓએ નિરવ મોદી બ્રિટનમાં હોવાની પુષ્ટિ કરાઇ છે. 13000 કરોડ રૂપિયાથી પણ વધુના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ ફેબ્રુઆરીથી ભાગેડુ છે.

ભારતીય તપાસ એજન્સીઓ તેને શોધી રહ્યાં છે. સમાચાર એજન્સી રોયટર્સ એ જ્યારે બ્રિટનના ગૃહ મંત્રાલયનો સંપર્ક કર્યો તો તેમણ આ બાબતે એમ કહીને ના પાડી દીધી કે તેઓ વ્યક્તિ વિશેષની માહિતી આપતા નથી.

રિપોર્ટનું માનીએ તો નીરવ મોદીએ રાજકીય સતામણીનો હવાલો આપતા બ્રિટન પાસે રાજકીય શરણુ માંગ્યું છે. ભારતીય સરકાર પર નીરવ સિવાય એક બીજા બિઝનેસમેન વિજય માલ્યાને પણ પાછા લાવવાનું દબાણ છે જે લંડનમાં છે.

નીરવ મોદીએ ભારત છોડ્યા બાદ ભારતીય સરકારે તેમનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ લુકઆઉટ નોટિસ રજૂ કરી હતી. નીરવ મોદીએ 2010માં ગ્લોબલ ડાયમંડ જ્વેલરી હાઉસનો પાયો નાંખ્યો હતો તેનું
નામ પોતાના નામ પર જ રાખ્યું.

પોલીસે મે મહિનામાં 25 લોકોની વિરૂદ્ધ ચાર્જ ફાઇલ કરી હતી. તેમાં નીરવ મોદી, મેહુલ ચોકસી, પૂર્વ પીએનબી ચીફ ઉષા અનંતસુબ્રમણ્યમ, બે બેન્ક ડાયરેકટર્સ અને નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો પણ સામેલ હતા.