કાનના ઝુમકા અને સોનાના સિક્કાનાં બદલામાં નીરવ મોદીને કરોડો ખંખેરી લીધાં - Sandesh
  • Home
  • India
  • કાનના ઝુમકા અને સોનાના સિક્કાનાં બદલામાં નીરવ મોદીને કરોડો ખંખેરી લીધાં

કાનના ઝુમકા અને સોનાના સિક્કાનાં બદલામાં નીરવ મોદીને કરોડો ખંખેરી લીધાં

 | 12:28 pm IST

પંજાબ નેશનલ બેંકને હજારો કરોડનો ચુનો લગાવવાના મહાકૌભાંડના આરોપી નીરવ મોદીને લઈને સીબીઆઈએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે માત્ર ગણતરીની જ્વેલરી અને સોનાના સિકકાના બદલામાં કરોડો રૂપિયાની ગેરકાયદેસરની લોન આપવામાં આવી હતી.

પીએનબીના અધિકારીઓને પોતાની સાથ આપવા માટે સોના અને હીરાના ઘરેણાની લાંચ આપી હતી. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે પીએનબી અધિકારીઓને ગત વર્ષે ઓક્ટોબરમાં આ લાંચ આપવામાં આવી હતી. કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ મુંબઈ કોર્ટને આ જાણકારી આપી હતી.

સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. જેમની તપાસ હાથ ધરવામાં આવતા સીબીઆઈને નવી જ જાણકારી હાથ લાગી હતી. સીબીઆઈએ કોર્ટને જણાવ્યા પ્રમાણે પીએનબીના બ્રાંડી હાઉસ બ્રાંચમાં 2015થી 2018 સુધી ફોરેક્સ વિભાગના મેનેજર રહેલા યશવંત જોશીએ લાંચ લેવાની વાતનો સ્વિકાર કર્યો છે. પીએનબીની આ બ્રાંચ જ આખા કૌભાંડનું કેન્દ્ર રહી છે.

યશવંત જોશીએ સ્વિકાર્યું છે કે, તમેન 2 સોનાના સિક્કા, સોના અને હીરાની કાનના ઝુમખા લાંચના સ્વરૂપમાં સ્વિકાર્યા હતાં. સીબીઆઈ લાંચ સ્વરૂપે લીધેલી જ્વેલરી યશવંત જોશીના ઘરેથી જપ્ત કરી લીધી છે.

સીબીઆઈએ દાવો કર્યો છે કે, યશવંતે નીરવ મોદીના કહેવાથી જ ખોટા એલઓયુ આપ્યાં હતાં. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, કૌભાંડમાં અટકાયતમાં લેવામાં આવેલા વધુ એક આરોપી પીએનબીના સ્કેલ 1 ઓફિસર પ્રફુલ સાવંતે જાણી જોઈને SWIFT મેસેજને અણદેખ્યો કર્યો હતો.

દેશની સૌથી મોટી બેંક પીએનબીએ 2 નિચલા સ્તરના કર્મચારીઓ પર LoU આપી નીરવ મોદીને લાભ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જે સામાન્ય રીતે કોઈને પણ ગળે ઉતરે તેવો નથી. માટે સીબીઆઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરતા 2 ઈન્ટરનલ ઓડિટર્સની ધરપકડ કરી છે.