નીરવ મોદી ન્યૂયોર્કમાં, અમેરિકા કહેઃ અમે ક્યાં જોવા જઈએ - Sandesh
  • Home
  • India
  • નીરવ મોદી ન્યૂયોર્કમાં, અમેરિકા કહેઃ અમે ક્યાં જોવા જઈએ

નીરવ મોદી ન્યૂયોર્કમાં, અમેરિકા કહેઃ અમે ક્યાં જોવા જઈએ

 | 5:48 pm IST

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. 11 હજાર કરોડ કરતાં વધુ રકમની ઠગાઈ કરનાર હીરાના વેપારી નીરવ મોદી અમેરિકામાં હોવાના મીડિયા અહેવાલથી અમેરિકા વાકેફ છે. પરંતુ અમેરિકાના જ વિદેશ વિભાગે આ અહેવાલને સમર્થન આપવાની ના પાડી છે. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સામે અનેક એજન્સીઓ તપાસ કરે છે.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તાજેતરના મીડિયા અહેવાલથી અમે વાકેફ છીએ. આ અહેવાલ પ્રમાણે નીરવ મોદી અમેરિકામાં જ છે, પરંતુ તેને સમર્થન આપી શકાય તેમ નથી.

નીરવ મોદી સામેની તપાસમાં અમેરિકા ભારતને મદદ કરે છે ? એમ પૂછવામાં આવતાં વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમારે આ પ્રશ્ન ન્યાય વિભાગને કરવો જોઈએ.