નીરવ મોદીએ 50 કરોડ રૂપિયાના માસિક હપ્તામાં ચૂકવણી કરવા આપી ઓફર - Sandesh
  • Home
  • Business
  • નીરવ મોદીએ 50 કરોડ રૂપિયાના માસિક હપ્તામાં ચૂકવણી કરવા આપી ઓફર

નીરવ મોદીએ 50 કરોડ રૂપિયાના માસિક હપ્તામાં ચૂકવણી કરવા આપી ઓફર

 | 2:20 pm IST

એક પણ પૈસાનો ઈન્કાર કરનારા નીરવ મોદી પર ઈડીએ સિકંજો કસતા જ નીરવ મોદીએ પાસાની ચૂકવણી માટે એક ઓફર આપી છે. 11,400 કરોડના કૌભાંડી નીરવ મોદીએ પીએનબી બેંકના મેનેજમેન્ટ પર તેની બ્રાન્ડને ખતમ કરવાનો અને ધંધો ચોપટ કર્યો હોવાનો આરોપ લગાવ્યા બાદ હવે દર મહિને 50 કરોડ રૂપિયના હપ્તામાં માસિક ચૂકવણી કરવા તે તૈયાર હોવાનું દર્શાવ્યું છે. પંજાબ નેશનલ બેંક , આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ વિભાગને મોકલેલા ઈ મેલમાં નીરવે કહ્યું છે કે તે પહેલાંની જેમ પોતાના વેપારને ચલાવવાની અનુમતિ આપવામા આવે તો તે બેંકની લેણી રકમ ચુકવવા તૈયાર છે.

નીરવે કહ્યું કે તેણે કોઈ ગુનો નથી કર્યો અને બેંકિંગ નિયમોનું પાલન કર્યું છે. જ્યારે પીએનબીના એમડી સુનીલ મેહતાએ નીરવ મોદીની રજૂઆતને નિરર્થક ગણાવતા કહ્યું કે તે પોતાની જાતે જ પોતાની મૂલવણી કરીને બોલે છે. નીરવ મોદીએ એ પોતાના કાકા મેહુલ ચોક્સી સાથે અંતર બનાવી લીધું છે જ્યારે ચોક્સીનું કહેવું છે કે તેનું દેવું 5000 કરોડથી ઓછું છે. જાણવા મળ્યું છે કે પીએનબીના સંચાલકોએ કેન્દ્રીય નાણાં મંત્રાલયને કહ્યું છએ કે નીરવ મોદીએ ઓફર કરી છે કે જો તેને પહેલાની જેમ જ વેપાર કરવાની છૂટ આપવામાં આવે તો તે તમામ બાકી રકમ હપ્તાઓમાં ચૂકવવા માટે તૈયાર છે.

અધિકારીઓએ સરકારને પૂછ્યું કે શું આ ઓફર સ્વીકારી લેવામાં આવે ? જવાબમાં સરકારે ફટકાર લગાવતા કહ્યું કે તે લોકો જે ઠીક સમજે તેમ કરે. જ્યારે બેંકે નીરવ મોદીને લોન દેતાં પહેલા સરકારને ન પૂછ્યું તો હવે આ મામલો હલ કરવા માટે આજ્ઞા કઈ વાતે માંગવામાં આવી રહી છે? મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આ ગ્રાહક અને બેંક વચ્ચેનો મામલો છે, સરકારની એમાં કોઈ ભૂમિકા નથી.