નીરવ મોદી, ચોકસી પર કંપનીઓ સામે મિલકતો વેચવા ઉપર બંધી - Sandesh
  • Home
  • India
  • નીરવ મોદી, ચોકસી પર કંપનીઓ સામે મિલકતો વેચવા ઉપર બંધી

નીરવ મોદી, ચોકસી પર કંપનીઓ સામે મિલકતો વેચવા ઉપર બંધી

 | 4:20 am IST

મુંબઈ : કસ્ટમ્સમાં હીરાની કિંમત અને ક્વોન્ટિટીની ખોેટી રજૂઆત કરી રૂપિયા ૪૦ કરોડની ડયૂટી ગુપચાવવા બદલ અને રૂપિયા ૧,૧૬૦ કરોડના હવાલા કૌભાંડ સંદર્ભે નીરવ મોદી અને તેની ત્રણ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પરવાનગી ડિરેક્ટર જનરલ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે આપી છે. એથી સુરત ડીઆરઆઇ કમિશનરેટમાં આ બાબતે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવા દસ્તાવેજો મોકલી અપાયા છે. ડીઆરઆઇની આ કાર્યવાહી કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ કસ્ટમ્સની ગાઇડ લાઇનને અનુસરીને કરવામાં આવી છે.

નીરવ મોદી સહિત તેની મેસર્સ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ, મેસર્સ ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પ્રા.લિ અને મેસર્સ રાધાશિર જ્વેલરી લિ. સામે બનાવટી દસ્તાવેજો બનાવી એ કસ્ટમ્સમાં સબમિટ કરવા, સેઝના નિયમોનો ભંગ કરવા, કસ્ટમ્સ ડયૂટી ગુપચાવી સરકારને નુકસાન પહોંચાડવા બદલ કાર્યવાહી કરાશે.