PNB ફ્રૉડ: માસ્ટરમાઇન્ડ 'પપ્પુ'એ નીરવ મોદીને કરી દીધો બર્બાદ!, કોણ છે રહસ્યમય 'પપ્પુ'? - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0325 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • PNB ફ્રૉડ: માસ્ટરમાઇન્ડ ‘પપ્પુ’એ નીરવ મોદીને કરી દીધો બર્બાદ!, કોણ છે રહસ્યમય ‘પપ્પુ’?

PNB ફ્રૉડ: માસ્ટરમાઇન્ડ ‘પપ્પુ’એ નીરવ મોદીને કરી દીધો બર્બાદ!, કોણ છે રહસ્યમય ‘પપ્પુ’?

 | 9:42 am IST

દેશના સૌથી મોટા બેન્ક ગોટાળાની ચર્ચામાં ભલે નીરવ મોદી છે, પરંતુ તેની પાછળનો હાથ નીરવના મારા મેહુલ ચોકસીનો હતો. તેમને હીરા બજારમાં ‘પપ્પુ’ના નામથી ઓળખે છે. નીરવ મોદીની સાથે મેહુલ ચોકસી પણ દેશ છોડીને ભાગી ગયા છે.

ગુજરાતના નાનકડા શહેર પાલનપુરના રહેવાસી ‘પપ્પુ’એ મુંબઇમાં પોતાના પિતાની સાથે એક નાનકડા વેપારી તરીકે વેપારની શરૂઆત કરી હતી, પરંતુ બહુ ટૂંકાગાળામાં જ મોટા શોમૈન બની ગયા અને જોતજોતામાં અંદાજે 22 મોટી કંપનીઓના માલિક બની ગયા. એ મહેલ જ છે જેને હીરાને ફિલ્મી હસતીઓની સાથે જોડી બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી. પાર્ટી કરવી અને લોકોને પૈસા અને ગિફ્ટ આપીને પોતાનું કામ નીકાળવું મેહુલ ચોકસીના કામની એક રીત હતી. એટલે સુધીકે સત્તામાં પહોંચ ધરાવતા પરિવાર અને સંબંધીઓને રિટેનરશીપ પર રાખવા પણ મેહુલની મોડસ ઓપરેંડીનો જ હિસ્સો રહ્યો છે.

સૂત્રોનું કહેવું છે કે મેહુલ ચોકસીએ પોતાના મિલનસાર સ્વભાવ અને મોટા-મોટા કનેકશન દ્વારા વેપાર તો વધારી લીધો હતો, પરંતુ વિશ્વાસ ગુમાવી ચૂકયા હતા. કારણ હતું લોકોની બાકી પૈસા રાખવાની આદત હતી. એક શખ્સે છ મહિના પહેલાં જ ‘પપ્પુ’ ભાગી જશે તેવી ભવિષ્યવાણી કરી હતી.

તેમ છતાંય મેહુલની બજારમાં પકડ મજબૂત હતી. આથી જ આજે પણ તેમને નજીકથી ઓળખનાર વેપારી ખુલીને બોલવા તૈયાર નથી. પરંતુ મેહુલ ચોકસીના પીડિત વેપારી હવે ખુલીને સામે આવવા લાગ્યા છે. આ બધાની વચ્ચે બેન્ક ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીએ બેન્ક પર જ મામલો બગાડયાનો આરોપ મૂકીને લેણાં ચૂકવણીમાંથી હાથ ખેંચી લીધો છે, તો ભારતીય તપાસ એજન્સીઓએ લોન વસૂલી માટે સંપત્તિ અને ઝવેરાતોને જપ્ત કરી લીધા છે.

ઇન્કમટેક્સ વિભાગે અત્યાર સુધી નીરવના 105 બેન્ક એકાઉન્ટ તો 29 સંપત્તિઓ સીલ કરી ચૂકી છે. તેની સાથે જ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જ્વેલર્સના 9 બેન્ક એકાઉન્ટ અને 7 સંપત્તિ સીલ કરી ચૂકયા છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે મોટાભાગના બેન્ક એકાઉન્ટમાં માત્ર મિનિમમ બેલેન્સ જ બચ્યું છે.

આ બધાનીવચ્ચે કોર્ટમાં આરોપીના વકીલે ગોટાળાને ઉજાગર કરનારને જ આરોપી બનાવવાનો આરોપ મૂકયો. વકીલે દાવો કર્યો કે યશવંત જોશી જ એ વ્યક્તિ છે એલઓયુ બનાવનાર શેટ્ટીની જગ્યા પર આવ્યા અને બધું સામે લાવ્યા. ચીફ મેનેજર બેચુ તિવારી સુધી શેટ્ટીના બનાવેલ એલઓયુ પહોંચ્યા જ નહોતા. પરંતુ સીબીઆઈનો દાવો છે કે જોશીના આવ્યા બાદ પણ 3 થી 4 એલઓયુ રજૂ કરાયા હતા.