નિર્ભયા કેસ : દોષિત પવન ગુપ્તા સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નિર્ભયા કેસ : દોષિત પવન ગુપ્તા સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

નિર્ભયા કેસ : દોષિત પવન ગુપ્તા સગીર હોવાનો દાવો સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો

 | 2:45 am IST
  • Share

। નવી દિલ્હી ।

દેશભરમાં ભારે આક્રોશ જગાવનાર નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા આરોપી પવન ગુપ્તા ઘટના વખતે સગીર હતો તેવી અરજી સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી હતી. આમ દોષિત પવન ગુપ્તાનાં ગળા ફરતે ફાંસીનો ગાળિયો વધુ કસાયો હતો. ફાંસીથી બચવા હવાતિયાં મારી રહેલા પવન ગુપ્તાએ તેને સગીર નહીં ગણાવતા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને ઘટના વખતે સગીર હોવાની દલીલ ફગાવી હતી અને કહ્યું હતું કે જો તમે આ રીતે અરજીઓ જ કર્યા કરશો તો કેસનો ક્યારેય અંત આવશે જ નહીં. આરોપીની અરજી અને દલીલોમાં કશું નવું નથી તેથી તેની અરજી ફગાવવામાં આવે છે. કોર્ટના આ આદેશ સાથે જ હવે નિર્ભયા કેસમાં દોષિતોને ફાંસી આપવાનો રસ્તો ખૂલી ગયો છે. નવા ડેથ વોરન્ટ મુજબ ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ કલાકે ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે.

ત્રણ જજિસની બેન્ચનો નિર્ણય

સુપ્રીમનાં જસ્ટિસ ભાનુમતીનાં વડપણ હેઠળ ત્રણ જજોની બેન્ચે સર્વાનુમતે ઘટના વખતે પવન ગુપ્તા પુખ્ત વયનો હોવાનું ઠરાવ્યું હતું. બેન્ચમાં જસ્ટિસ આર. ભાનુમતી ઉપરાંત અશોક ભૂષણ અને બોપન્નાનો સમાવેશ થાય છે.

પવનની રિવ્યૂ પિટિશન પણ ફગાવાઈ હતી

પવનના જન્મનું પ્રમાણપત્ર અગાઉ રજૂ કરાયું હતું ત્યારે તે સગીર નથી તેવું પુરવાર થયું હતું. સુપ્રીમે જુલાઈ ૨૦૧૮માં રિવ્યૂ પિટિશન ફગાવી ત્યારે પણ તે સગીર હોવાનો દાવો ફગાવ્યો હતો. પવન, મુકેશ, અક્ષય અને વિનયની રિવ્યૂ પિટિશન કોર્ટ અગાઉ ફગાવી ચૂકી છે.

૩ દોષિત પાસે હજી દયાની અરજીનો વિકલ્પ

ત્રણ આરોપી પવન, વિનય અને અક્ષયે હજી દયાની અરજી કરી નથી. આથી ફાંસી લંબાવવા માટે તેઓ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે છે.

પવનના વકીલ એસ પી સિંહે શું દલીલો કરી?

  • પવન ગુપ્તના વકીલ એસ પી સિંહે દલીલ કરી હતી કે, ડિસેમ્બર ૨૦૧૨માં જ્યારે ઘટના બની ત્યારે પવન સગીર હતો પણ દિલ્હી હાઈકોર્ટે આ દલીલ ખોટી રીતે ફગાવી હતી. આથી તેની અરજી ધ્યાને લઈને તેની ફાંસી રોકવામાં આવે.
  • દિલ્હી પોલીસે જાણી જોઈને આ દસ્તાવેજ રેકોર્ડ પર લીધો ન હતો. આમ આ એક પ્રકારનું કાવતરું છે. દિલ્હી પોલીસે જાણી જોઈને તેની વય અંગેની હકીકતો છુપાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન