Nirbhaya Case: Supeme Court Dismisses Curative Petition Of Convict Pawan Gupta
  • Home
  • Featured
  • આવતીકાલે ફાંસી! નિર્ભયા કેસમાં પવનનો દાવ ફરી FAIL, વકીલે અટપટું કારણ આપતા કહ્યું કે…

આવતીકાલે ફાંસી! નિર્ભયા કેસમાં પવનનો દાવ ફરી FAIL, વકીલે અટપટું કારણ આપતા કહ્યું કે…

 | 12:44 pm IST

સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષિત પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટિશન નકારી દીધી છે. કોર્ટે વારદાતના સમયે પવન સગીર હોવાની દલીલને ઠુકરાવી દીધી છે. તેની સાથે જ પવનનો છેલ્લો દાવ ફેલ થઇ ગયો છે. ગઇકાલે ચારેય દોષિતોને ફાંસીની સજા થવાની છે.

પવનની તરફથી મંગળવારના રોજ ફરી સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરાઇ હતી. પવનની તરફથી કહેવાયું છે કે આ ઘટનાના સમયે સગીર હતો એવામાં તેની ફાંસીની સજા નકારવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તેની સગીર હોવાની દલીલ પહેલાં જ રદ્દ કરી ચૂકયા છે. આ બાબતે રિવ્યુ પણ દાખલ કરાઇ હતી તો રદ્દ થઇ ચૂકી છે.

જસ્ટિસ એન.વી.રમણના નેતૃત્વમાં 6 જજોની એક બેન્ચે તેની અરજી દાખલ કરતાં કહ્યું કે આ કોઇ કેસ બનતો નથી. બેન્ચે કહ્યું કે મૌખિલ સુનવણીનો અનુરોધ રદ્દ કરાય છે. અમે ક્યુરેટિવ પિટિશન અને સંબંધિત દસ્તાવેજો પર ધ્યાન આપ્યું. અમારા મતે આ કોઇ કેસ બનતો નથી…આથી અમે પિટિશન રદ્દ કરીએ છીએ. બેન્ચમાં જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નરીમન, જસ્ટિસ આર.ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ આર.એસ.બોપન્ના પણ સામેલ હતા.

5મી માર્ચના રોજ એક નીચલી કોર્ટે મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ રજૂ કર્યું હતું. ચારેય દોષિતોને 20મી માર્ચના રોજ સવારે સાડા પાંચ વાગ્યે ફાંસી અપાશે. તમામ દોષિત પોતાના તમામ કાયદાકીય અને સંવૈધાનિક વિતલ્પોનો ઉપયોગ કરી ચૂકયા છે અને તેમના બચવાના લગભગ તમામ રસ્તા બંધ થઇ ચૂકયા છે.

વકીલે કહ્યું, પ્રેશરમાં ફાંસિ, નિર્ભયાના માતા બોલ્યા – કાલે મળશે ન્યાય

સુપ્રીમ કોર્ટમાં એક વખત ફરી ઝાટકો લાગ્યા બાદ પવનના વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટમાં બધા કામ બંધ છે, પરંતુ એ નથી થઇ રહ્યું કે ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવામાં આવે. આ ખૂબ જ દુ:ખદ વાત છે. આ બધું પ્રેશરમાં થઇ રહ્યું છે. આ જે કંઇ પણ નિર્ણય છે, તેને અમે આગળ જોઇશું. બીજીબાજુ નિર્ભયાના માતા આશા દેવીએ કહ્યું કે આજની ડેટમાં તેમની કોઇ અરજી બાકી નથી. આ ફાંસીને ટાળવાની કોશિષ છે. અમારી કોર્ટોને તેની હકીકત ખબર પડી ગઇ છે. આવતીકાલે 5:30 વાદ્યે આ હવે ફાંસી પર લટકશે. આવતીકાલે નિર્ભયાને ન્યાય મળશે અને ચોક્કસ મળશે.

‘બાળકોને ના આપો ફાંસી’

એપી સિંહે અટપટા અંદાજમાં નિર્ભયાના દોષિતોને ફાંસીને કોરોના વાયરસ સંક્રમણથી જોડી દીધો. તેમણે કહ્યું કે કુદરત કહી રહી છે કે જો દોરડું ખરીદશું ફાંસીએ ચઢાવા માટે તો માસ્ક વધારવા પડશે. એક દિવસ એવું થશે કે માસ્કથી પણ સારવાર થશે નહીં. આથી હું કહી રહ્યો છું કે કુદરતને માનો. આવું ના કરો. સાડા 16 વર્ષના બાળકને ફાંસી ના આપયો. અન્યાય થઇ રહ્યો છે. દબાણમાં થઇ રહ્યું છે. મીડિયાનું પ્રેશર છે. પોલિટિકલ પ્રેશર છે. કોઇ આંતકી તો નથી. આદતન ગુનેગાર તો નથી. આ સૌથી મોટી વાત છે. તેને ધ્યાનમાં રાખવી જોઇએ.

આ વીડિયો પણ જુઓ : કોરોના મુદ્દે ભારત માટે રાહતના સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન