Nirmala Sitaraman Takes Jibe At Congress And Robert Vadra In Parliament
  • Home
  • Featured
  • નિર્મલા સીતારમણે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારને ‘જીજાજી’ થી વાળ્યો જવાબ

નિર્મલા સીતારમણે લોકસભામાં કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારને ‘જીજાજી’ થી વાળ્યો જવાબ

 | 8:19 pm IST

લોકસભામાં આજે નિર્મલા સિતારમણે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કર્યા હતા. લોકસભામાં સરકારી યોજનાઓને લઈને પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે, અમારી યોજનાઓનો લાભ સામાન્ય માનવીએને મળી રહ્યો છે, ના કે કોઈ જીજાજી કે જમાઈને.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, અમારી સરકાર જે યોજનાઓ ચલાવી રહી છે, તે સામાન્ય માનવીને લાભ પહોંચાડી રહી છે. આયુષ્યમાન ભારત યોજનાનો ભાલ જે લોકોને મળી રહ્યો છે તે કોઈના સગા-સંબંધી, જીજાજી કે જમાઈ નથી. આ મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી હોબાલો મચાવવામાં આવ્યો તો નિર્મલા સીતારમણે વધુ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, અમારી પાર્ટીમાં કોઈ જીજાજી નથી, બધા કાર્યકર્તાઓ જ છે.

ઉલ્લેખનીય છે કે, નાણાંમંત્રી કોર્પોરેટ ટેક્ષ અને જીડીપીમાં થયેલા ઘટાડાને લઈને પુછવામાં આવેલા સવાલોનો જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મને લઈને કહેવામાં આવે  છે કે હું અત્યાર સુધીની સૌથી ખરાબ નાણાંમંત્રી છું. તેઓ મારો કાર્યકાળ પુરો થવાની પણ રાહ નથી જોઈ રહ્યાં. પણ હું કહેવા માંગુ છું કે તેઓ મને સારા આઈડિયા આપે, અમે તેના પર અમલ કરીશું. તેમણે વિપક્ષના આરોપ ફગાવતા કહ્યું હતું કે, જો કોઈ સરકાર વાત સાંભળતી હોય તો તે મોદી સરકાર છે.

કોર્પોરેટ ટેક્ષ પર પણ બોલ્યા નાણાંમંત્રી

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આજે કોર્પોરેટ ટેક્ષ ઓછો કરવામાં માત્ર મોટા વ્યાપારીઓને  ફાયદો નથી થતો પણ નાના વ્યાપારીઓથી લઈ સૌકોઈને તેનો લાભ મળે છે. કોર્પોરેટ ટેક્ષમાં કાપને લઈને નિર્મલા સીતારમણે જવાબ આપતા કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્ર્રેડ વોરને ધ્યાનમાં રાખતા એ સંકેતને ધ્યાનમાં રાખીને કે અનેક કોર્પોરેટે અને મલ્ટિનેશનલ કંપનીઓ ચીનની બહાર જશે જેથી અમે સત્વરે જ કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો કર્યો જેથી કરીને ભારતમાં આ કંપનીઓ આવે અને રોજગારી સહિતની તકો વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન