નિર્મલા સીતારમણે રક્ષા મંત્રાલયની કાયાપલટ કરવી પડશે - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • નિર્મલા સીતારમણે રક્ષા મંત્રાલયની કાયાપલટ કરવી પડશે

નિર્મલા સીતારમણે રક્ષા મંત્રાલયની કાયાપલટ કરવી પડશે

 | 11:37 pm IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

ઈન્ડિયન એરફોર્સે પાછલા વર્ષે ત્રણ મહિલા લડાકુ પાઈલટોની ભરતી કરી હતી અને આ વર્ષે સેનાએ મહિલા જવાનોને (અત્યાર સુધી ઓફિસર્સ તરીકે જ કામ કરતી હતી) ભરતી કરવાનો ફેંસલો કર્યો છે. ત્યારે હાલમાં જ તેનાથી પણ વધુ આગળના એક સમાચાર તે રહ્યા કે, ભારતને નવા રક્ષામંત્રી તરીકે ૫૮ વર્ષીય નિર્મલા સીતારમણ મળ્યાં છે. અર્થાત્ અહીં તેવું નથી કહેવું કે, સ્ત્રીઓ આસમાનની બુલંદીઓએ પહોંચી ચૂકી છે. બલકે કહેવાનો આશય તે છે કે, આપણે એક તેવા સમાજમાં પ્રવેશી ચૂક્યા છે કે જ્યાં કેપેસિટીને કે ક્ષમતાને સલામ છે. સ્ત્રી-પુરુષ વચ્ચેની ભેદરેખા વધુ પાતળી બની ચૂકી છે અને શક્તિનો મહિમા વધવા લાગ્યો છે. જેની લાઠી તેની ભેંસની જેમ જેની તાકાત, શક્તિ અને બૌદ્ધિકતા હોય તે તક પામે અને આમ જ હોવું જોઈએ. વેલ અહીં આપણે કોઈ સ્ત્રી શક્તિની વાત નથી કરતાં, પરંતુ એક નવા રક્ષામંત્રી અને તેની સામે રહેલા પડકારો અંગે પણ આ પળે થોડી ચર્ચા કરવા માગીએ છીએ.

જોકે, દુનિયામાં આ પ્રકારની માનસિકતા વિકસી ચૂકી છે કે પછી સ્વીકારાવા લાગી છે જેને પગલે આજે દુનિયાના ૧૬ દેશોમાં રક્ષામંત્રી મહિલાઓ છે. જે બદલતી માનસિકતા દર્શાવે છે. વેલ, આવા દેશોમાં નોસિવીવે મપિસા-સાઉથ આફ્રિકા, રેચેલ ઓમામો-કેનિયા, ઉર્સુલા વોન ડેર લેયેન-જર્મની, અંદ્રેજા કટિક-સ્લોવેનિયા, મારિયા ડોલોરેસ ડે કોસ્પેડલ-સ્પેન, જોની હેનીસ-નેધરલેન્ડ્સ, ઈને મેરી ઈરિકસેન-નોર્વે, રોબર્ટ પિનોટી-ઈટલી, મેરિસ પેન-ઓસ્ટ્રેલિયા, ફ્લોરેન્સ પાર્લી-ફ્રાન્સ જેવી અનેક પાવરફૂલ મહિલાઓએ રક્ષા મંત્રાલય જેવા અત્યંત જવાબદાર પદભાર સંભાળ્યા છે અને સફળતાપૂર્વક દેશની રક્ષા પણ તેઓ કરી રહી છે. ત્યારે સીતારમણ પણ આ મહિલાઓમાંના એક સફળ રક્ષામંત્રી બને તેવી આપણે આશા રાખી શકીએ.

સીતારમણની નિયુક્તિ તે કોઈ એક પ્રતીકાત્મક જ નથી, પરંતુ આ એક તેવી બાબત છે કે, જ્યાં તેઓ એક તેવી સંસ્થા કે સમિતિનો હિસ્સો છે જે ભારતના એક સૌથી ગુપ્ત રણનીતિક કાર્યક્રમને આગળ વધારે છે.

વિશેષમાં રક્ષા મંત્રાલય તે સરકારનો એક તેવો ગૂઢ વિસ્તાર છે કે જેમાં લગભગ દસ લાખથી પણ વધુ કર્મચારીઓ કામ કરે છે તેમજ તેના કેટલાય સતત સક્રિય હિસ્સા અને એજન્સીઓ છે કે જે ચૂપચાપ તેમનું ધાર્યું કામ કરી દેશની રક્ષા લોકોની જાણ બહાર કરે છે. આ કામોમાં કેટલાય તેવા કામો હોય છે કે જે સામાન્ય લોકોના ધ્યાનમાં, જાણમાં કે જોવામાં પણ ન આવે અને પાર પડે, પરંતુ આ વિભાગની સમસ્યા તે છે કે, આઝાદી બાદથી જ આમાં કેટલાય સુધારાઓની તાતી આવશ્યકતા છે તેમજ આ એક વિશેષ મંત્રાલય છે. તેના કામ થોડા પેચીદા અને થોડા પડકારજન્ય તો રહેવાના જ અને એટલે જ રક્ષામંત્રી પદનો ભાર સંભાળવાના બે દિવસો પહેલાંથી જ તેમના સફરદરંજ નિવાસ સ્થાને અફસરો અને સૈન્ય બળોના અધિકારીઓએ મૌજૂદા સુરક્ષા પરિદૃશ્ય અંગે તેમને જાણકારી આપી હતી.

કેમ કે તેમણે પહેલા દિવસથી જ તેજીથી કામ કરવું પડશે અને તેનું સીધું કારણ તે છે કે ભારતના બંને પડોશી દેશો ચીન અને પાકિસ્તાન ભારત સાથે જોડાયેલ સરહદો પર સાથે મળીને ભારતને રંજાડી રહ્યા છે.

જેમાં પઠાણકોટ એરબેઝ પર થયેલ આતંકી હુમલો, ૨૦૧૬નો ઉરીના સૈન્ય શિબિર પરનો હુમલો અને સીમા પાર આતંકનો બદલો લેવાની સરકારની સામાન્યથી હરકરની નીતિ બાદ નિયંત્રણ રેખા પર સૌથી વધુ તણાવ જારી છે. વળી હાલ પાછલા કેટલાક સમયથી સુરક્ષા બળો દક્ષિણ કાશ્મીરમાં સ્થાનિક લેવલે પ્રશિક્ષિત ઉગ્રવાદીઓ સાથે લડાઈમાં લાગેલા છે.

તો બીજી તરફ ૭૨ દિવસોના ટકરાવ બાદ ચીન ડોકલામમાંથી ભલે પાછળ હટી ગયું હોય, પરંતુ ૪૦૦૦ કિ.મી. લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેઓ પાછા ફરી શકે તેવી શક્યતા છે. આ અંગે સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે ૨૭ ઓગસ્ટે તે સાફ કહી દીધું હતું કે ડોકલામ જેવી ઘટનાઓ ભવિષ્યમાં વધી શકે છે.

ત્યારે સીતારમણ સામે આ મોરચે અનેક પડકારો રહેલા છે. આ અંગે અન્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સીતારમણ સામે બે સૌથી મોટા પડકારો રહેલા છે. ૧. સેનામાં સુધાર અને કાયાપલટ કરવો અને ૨. પાક. અને ચીન તેમ બે પડોશી દેશ સાથે બે મોરચાઓ પર રહેલ તણાવને હેન્ડલ કરવો કે જે આપણે કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ. બાય ધ વે તે ન ભુલાય કે દેશની મિલિટરી મશીન અર્થાત્ દુનિયાની સૌથી મોટી ત્રીજા નંબરની સેના, ચોથી સૌથી મોટી વાયુસેના અને સાતમી સૌથી મોટી નૌસેના હાલ તેવી સ્થિતિમાં છે કે જ્યાં તે કપરી અને કઠિન સ્થિતિમાં પડોશના જંગને રોકવામાં બેહદ અહમ ભૂમિકા નિભાવી રહી છે અને ભારતીય જવાનોની જાંબાજી અંગે આજે દેશનો પ્રત્યેક નાગરિક ગર્વ લે તેવા અનેક કારણો તેમણે આપ્યા છે. પછી તે સર્જિકલ સ્ટ્રાઈક હોય કે ચીન સામે ડોકલામ મુદ્દો હોય કે દ. કાશ્મીરના રોજેરોજની હિંસાવારી હોય, પરંતુ દુનિયાની સૌથી મોટી ત્રીજા નંબરની ભારતીય સેના દેશની શાન અને બાન સમી છે.

પરંતુ તે સાથે તે બાબતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી કે ભારતીય સૈન્ય તેની જાંબાજી અને વીરતા વખતોવખત બતાવે છે, પરંતુ આ મિલિટરી મશીન કેટલીય કમીઓથી ઝઝૂમી પણ રહ્યું છે. જેમાં મુખ્યત્વે અત્યાધુનિક હથિયારોની કમીથી લઈને મુખ્યત્વે ગોલા-બારુદની ઉણપે મોજૂદા શસ્ત્રાગારોને પણ બેઅસર બનાવી દીધા છે.

ત્યારે આ અંગે તેમ પણ સાંભળવા મળી રહ્યું છે કે, અગર યુદ્ધ કે યુદ્ધની નોબત આવે તો સૈન્ય પાસે ૧૦ દિવસ ચાલે તેટલો જ દારૂગોળો છે. લો વિચારો કે આ તે કેવી સ્થિતિ કહેવાય? કે જ્યાં રોજેરોજ આપણને યુદ્ધની ધમકીઓ મળતી હોય તેમ છતાં આપણી પાસે પૂરતો દારૂગોળ કે શસ્ત્ર સરંજામ ન હોય? ત્યારે શું આ સિસ્ટમની નાકામી નથી? કેમ કે જવાનોની તો કોઈ ખામી નજરમાં આવતી જ નથી, પરંતુ રક્ષા મંત્રાલયની અફસરશાહી સિવિલ અને સૈન્ય બંનેની નાકામાનું પરિણામ છે. મતલબ કે અફસરશાહીના કારણે જ આજે શસ્ત્ર સરંજામથી લઈને સિવિલ વર્કની ખામીઓ ઉજાગર થાય છે તેમજ તેનાથી પણ વધુ આંચકાજનક હકીકત તે છે કે હથિયારો અને ગોળા-બારુદની :ર્પૂિત કરતી સરકારી ઓર્ડેનન્સ ફેક્ટરીઓ પ્રત્યે એટલો અવિશ્વાસ ખુદ તંત્રની અંદર જ રહેલો છે કે સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ સરથ ચંદએ થોડા સમય અગાઉ દિલ્હીમાં એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાક.નો રક્ષા ઔદ્યોગિક આધાર ભારતથી ક્યાંય બહેતર છે ત્યારે આ બાબતમાં કેટલું તથ્ય છે તે નિષ્ણાતોનો વિષય છે. પરંતુ આવી સ્થિતિ તે ખરેખર ચિંતાજનક ગણાય તેટલું તો સમજી જ શકાય તેમ છે. વિશેષમાં સીતારમણ પાસે હાલ સૌથી મોટી ચુનૌતીઓ કે પડકાર રહેલા છે

રણનીતિક પાર્ટનરશિપ : થોડા સમય અગાઉ જ અરુણ જેટલીએ આ નીતિ માટે લીલી ઝંડી આપી દીધી છે અને હાલ આ તે અત્યંત મહત્ત્વના મોડ પર છે. જેમાં સબમરિન્સ, જેટ અને વારશિપ બનાવવા માટે ખાનગી ક્ષેત્રની પસંદગી પણ હવે સીતારમણે કરવી પડશે.

ચીની ફેક્ટર : સરકારની યોજના સૈન્ય મુત્સદ્દીને તેજ કરવાની છે. જેમાં ખાસ કરીને ચીન સાથે જોડાયેલ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે રોડ ઈન્ફ્રા. વધારવું.

સૈન્ય બળને સુસજ્જિત કરવું : ૨૦૧૬ના ઉરી હુમલા બાદ ગોળા-બારુદની ગંભીર કમીને નોટિસ કરવામાં આવી છે. જેને કોઈ પણ ભોગે પૂરી કરવી પડશે. ફાસ્ટ ટ્રેક સરકારી ખરીદ જેમાં અસોલ્ટ રાઈફલ્સ અને એન્ટિ ટેન્ક્સ મિસાઈલ્સ સામેલ છે.